પ્રધાનમંત્રી મોદીની યાત્રા પહેલા જમ્મુ-કાશ્મીરમાં અલગ અલગ સ્થળો પર એન્કાઉન્ટર: 3 આતંકવાદીઓ ઠાર અને 2 જવાનો શહિદ
ગઈકાલે કિશ્તવાડમાં બે જવાન શહીદ થયા હતા: સર્ચ-ઓપરેશન ચાલું
- Advertisement -
જમ્મુ કાશ્મીરમાં પીએમ મોદીઃ જમ્મુ-કાશ્મીર ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અહીં એક જનસભાને પણ સંબોધિત કરશે. જો કે, છેલ્લા 42 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ વડાપ્રધાન કાશ્મીરમાં રેલીને સંબોધિત કરશે.
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અહીં એક જનસભાને પણ સંબોધિત કરશે. જો કે, છેલ્લા 42 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ વડાપ્રધાન કાશ્મીરમાં રેલીને સંબોધિત કરશે. પરંતુ સુરક્ષાના દૃષ્ટિકોણથી તે ખૂબ જ સંવેદનશીલ પણ છે. પીએમ મોદીના કાશ્મીર પ્રવાસ પહેલા અહીં એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે મતદાન થશે અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થશે. 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
અત્યાર સુધી 14 જવાનો આતંકી હુમલામાં શહીદ થયા
જો તેની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં અલગ-અલગ આતંકી હુમલામાં 14 સુરક્ષા જવાનો શહીદ થયા છે. આ સિવાય 11 સામાન્ય લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. સુરક્ષા દળોએ અહીં 11 આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિને જોતા વડાપ્રધાન મોદીની રેલીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કેન્દ્રશાસિત પ્રદેશમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકી હુમલાઓ થઈ રહ્યા છે. શુક્રવારે કિશ્તવાડ જિલ્લાના ઉપલા વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત બે સૈન્યના જવાનો શહીદ થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. આ સિવાય શુક્રવારે મોડી રાત્રે બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક આતંકી માર્યો ગયો હતો.
- Advertisement -
કિશન રેડ્ડીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી છેલ્લા 42 વર્ષમાં ડોડાની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન હશે. રેડ્ડીએ કહ્યું કે પીએમ મોદી આવતીકાલે ડોડામાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરશે. છેલ્લે 1982માં કોઈ વડાપ્રધાન ડોડા પહોંચ્યા હતા.
પીએમ મોદી ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે. તેઓ ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રેલીને સંબોધિત કરશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદી પહેલીવાર રાજ્યમાં પહોંચશે. ભાજપે ડોડામાં ગજય સિંહ રાણા અને ડોડા પશ્ચિમથી શક્તિરાજ પરિહારને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય વડાપ્રધાન મોદી 19 સપ્ટેમ્બરે ફરી એકવાર શ્રીનગરની મુલાકાત લેશે.
કિશ્તવાડ સહિત ત્રણ જિલ્લામાં 18મીએ મતદાન થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જમ્મુ-કાશ્મીરના ડોડામાં મેગા રેલીને સંબોધન કરશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં તેમના ચૂંટણીપ્રચાર અભિયાનની આ શરૂઆત હશે. આ રેલી દ્વારા પીએમ મોદી ચિનાબ ઘાટી, ડોડા, કિશ્તવાડ અને રામબનના ત્રણ જિલ્લાની 8 વિધાનસભા સીટના ઉમેદવારોની જીત માટે વોટની અપીલ કરશે. અહીં 18 સપ્ટેમ્બરે મતદાન યોજાશે. પીએમ મોદી છેલ્લાં 50 વર્ષમાં ડોડાની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન હશે. 2014ની ચૂંટણીમાં પીએમ મોદી કિશ્તવાડ સુધી જ ગયા હતા. જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. પરિણામ 8 ઓક્ટોબરે આવશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જ્યારે જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં 10-11 સપ્ટેમ્બરની રાત્રે 2.35 વાગ્યે પાકિસ્તાની સૈનિકોએ સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જવાબમાં બીએસએફના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો છે. બીએસએફના પ્રવક્તાએ કહ્યું હતું કે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું એ હજુ જાણી શકાયું નથી. આ ઘટના બાદ બીએસએફના જવાનો સરહદ પર કડક ચાંપતી નજર રાખી રહ્યા છે.
કુપવાડાના કેરન સેક્ટરમાંથી મોટી માત્રામાં હથિયારો મળ્યાં
બાતમી મળ્યા બાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે કુપવાડાના કેરન સેક્ટરમાં સર્ચ- ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ મોટી સંખ્યામાં હથિયારો, ગોળીઓ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે, જેમાં એકે-47 બુલેટ, હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટક ઉપકરણોનો સમાવેશ થાય છે.