મોદી સરકારની શપથવિધિ બાદ ઉપરાઉપરી હુમલાથી કેન્દ્ર સ્તબ્ધ
આજે ડોડામાં સૈન્ય ચેકપોસ્ટ પર હુમલો : છ જવાનો ઘાયલ : ત્રણેય સ્થળોએ હુમલાખોર ત્રાસવાદીઓને પકડવા મોટા પાયે સર્ચ ઓપરેશન
- Advertisement -
કઠુઆમાં આતંકીઓએ ઘરમાં ઘુસી પાણી માંગ્યું : પરિવારે ન આપતા ગોળીબાર કર્યો : બાજુમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરતા ટીમો દોડી
જમ્મુમાં 10 શ્રધ્ધાળુઓનો ભોગ લેનારા હુમલા બાદ ગઇ રાત્રે કઠુઆમાં ડીઆઇજી-એસપીની કાર પર ફાયરીંગ : એક જવાન શહીદ
ખાસ-ખબર ન્યૂઝ જમ્મુ, તા.12
- Advertisement -
જમ્મુમાં ત્રણ દિવસમાં ત્રીજો આતંકી હુમલો થયો છે. અગાઉ શ્રધ્ધાળુઓની બસ પર હુમલામાં 9 ભકતોના મોત થયા હતા. બાદમાં કઠુઆમાં આતંકવાદીઓએ ગોળીબાર કરતા એક નાગરિકને ઇજા થઇ હતી. તો હવે ડોડામાં પોલીસની ચેકપોસ્ટ પર ફાયરીંગ કરતા 6 જવાનો ઘાયલ થયા છે. ડોડામાં આજે આ હુમલા પૂર્વે ગઇકાલે રાત્રે કઠુઆમાં ડીઆઇજી અને એસપીની કાર પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ગઇકાલની આતંકી હુમલાની ઘટનામાં વધુ એક જવાન શહીદ થયા છે.
કઠુઆના રહેણાક વિસ્તારમાં હુમલા બાદ હવે ડોડા જિલ્લામાં હુમલા અંગે પોલીસ વડા આનંદ જૈને કહ્યું હતું કે ચતરમલા વિસ્તારમાં ચાર રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસની સંયુકત ચોકી પર આતંકીઓએ હુમલો કર્યો હતો. કઠુઆમાં ચાલતા અભિયાનમાં એક શંકાસ્પદ એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.
ડોડા જિલ્લામાં મંગળવારે રાત્રે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. હિરાનગર જિલ્લાના સેન્ડાસોહાલ ગામમાં આતંકી હુમલા બાદ જમ્મુના સરહદી વિસ્તારોમાં એજન્સીઓને હાઇએલર્ટ પર મુકવામાં આવી છે. જમ્મુમાં પણ વધારાના દળો મુકવામાં આવ્યા છે.
મંગળવારે સાંજે કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે એક ગામ પર હુમલો કરનાર અને એક નાગરિકને ઘાયલ કરનાર છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા માટે અભિયાન ચાલી રહ્યું હતું ત્યારે આ બનાવ બન્યો હતો. જમ્મુ આસપાસ આતંકી ઘટનાઓમાં ત્રણ દિવસમાં વધારો થયો છે અને હજુ અથડામણ ચાલુ છે. આતંકીઓને શોધવા ઓપરેશન ચાલી રહ્યા છે. આજે સીઆરપીએફના જવાન પણ હાઇએલર્ટ થયા હતા. ડ્રોનથી આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. ડોડાના છત્રમલામાં પણ આતંકીઓએ ચેકપોસ્ટ પાર્ટી પર ગોળીનો વરસાદ કર્યો હતો. વળતા જવાબમાં પણ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. હિરાનગરમાં પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
કઠુઆના સરહદી ગામમાં બે આતંકી એક ઘરમાં ઘુસીને પાણી માંગતા હતા. પરંતુ તેની પાસે રહેલા સામાનના કારણે પરિવારો ઇન્કાર કરતા ધમકી આપીને ગોળીબાર કર્યો હતો. બાજુના ઘરમાં ત્રણ લોકો હાજર હતા. જેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘેરાબંધી કરવામાં આવતા આતંકીઓએ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. એક આતંકી ઠાર થયો હતો અન્ય એક ભાગી ગયો હતો. કઠુઆ સરહદે ડોડા જિલ્લામાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો.જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે તેઓ કલેકટર અને એસએસપીના સંપર્કમાં છે. ઘરના માલિક સાથે પણ ફોન પર સંપર્ક ચાલુ છે. પોલીસ અને અર્ધસૈનિક દળોનું ઓપરેશન પણ ચાલી રહ્યું છે.