દિલ્હીમાં આઇએસઆઇએસના સંદિગ્ધ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલએ એનઆઇએના મોસ્ટ વોન્ટેડ આંતકી શાહનવાઝ ઉર્ફ શૈફી ઉજ્જમાંની ધરપકડ કરી છે. શાહનવાઝ પર એનઆઇએ એ ત્રણ લાખનું ઇનામ જાહેર કર્યું હતું. જયારે પુછપરછ બાદ દિલ્હીની સ્પેશ્યલ સેલએ બીજા બે આંતકીઓની ધરપકડ કરી છે.
પુણેના કેસમાં ફરાર થયેલા શાહનવાઝ દિલ્હીનો રહેવાસી છે અને એન્જીનીયર છે. તે પુણે પોલીસની કસ્ટડીથી ફરાર થઇને દિલ્હીમાં છુપાઇને રહેતો હતો. દિલ્હી સ્પેશ્યલ સેલ તેની પુછપરછ કરી રહી છે.
- Advertisement -
દિલ્હીમાં નવા આતંકી મોડ્યુલનો ખુલાસો
જયારે શાહનવાઝની પુછપરછ બાદ સ્પેશ્યલ સેલએ દિલ્હીમાં સર્ચ ઓપરેશન કર્યું, જેમાં આઇએસના નવા આતંકી મોડયુલનો ખુલાસો થયો. શાહનવાઝથી પુછપરછ પછી સ્પેશ્યલ સેલઐએ 3-4 સંદિગ્ધ લોકોની પુછપરછ પછી ધરપકડમાં કરી છે. સ્પેશ્યલ સેલે તેની સાથે બે સંદિગ્ધ આતંકિઓને પણ પકડયા છે. જેમાંથી એક દિલ્હીની બહાર પકડાયો હતો. જેની પાસેથી જેહાદી સાહિત્ય પણ મળી આવ્યું છે. આ દરમ્યાન દિલ્હીમાં મોટી આતંકી ઘટનાની પ્લાનિંગનો ખુલાસો થયો છે. જેને લઇને દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે પ્રેસ કોન્ફરસ કરી શકે છે.
Delhi Police Special Cell arrests NIA's most wanted terrorist Shahnawaz alias Shafi Uzzama. NIA had placed a reward of Rs 3 lakhs on the arrested terrorist Shahnawaz, he was wanted in the Pune ISIS case. Shahnawaz, an engineer by profession, is a resident of Delhi, had escaped…
- Advertisement -
— ANI (@ANI) October 2, 2023
આતંકી શહેનવાઝની તપાસમાં ભારી માત્રામાં લિક્વિડ કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. ધરપકડ કરાયેલા ત્રણે આતંકી આ કેમિકલનો ઉપયોગ IED બનાવવામાં કરવાના હતા.
એનઆઇએ ત્રણેય સંદિગ્ધ આતંકીઓની તપાસમાં છે. જેમાં રિઝવાન અબ્દુલ ઉર્ફ હાજી અલી, અબ્દુલ્લા ફૈયાઝ શેખ ઉર્ફ ડાયપરવાલા અને તલહા લિયાકત ખાનનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ ત્રણે સંદિગ્ધ પર ત્રણ-ત્રણ લાખનું ઇનામ જાહેર કર્યુ હતું.