વૃદ્ધને દવા સૂંઘાડી ધોકા- પાઇપથી હુમલો કર્યો : હાલ સારવાર હેઠળ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રોજબરોજની બનતી ઘટનો દર્શાવી રહી છે કે આવારાતત્વોને શહેરમાં પોલીસ તંત્ર હોવાનો કોઈ ડર રહ્યો નથી, પણ સામાન્ય લોકોની સલામતી નું શું ? આજરોજ ફરી રાજકોટ પોલીસને શર્મશાર કરે તેવી ઘટના બની છે. શહેરના ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે. 3 લુખ્ખાઓએ મળી એક વૃદ્ધ પર હુમલો કર્યો હોવાના સમાચાર છે.મળતા સમાચારો મુજબ આજે સાવારે ભક્તિનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં 3 શખ્શે મળી વૃદ્ધને માર માર્યો હતો અને તેમની પાસેથી પરવાના વાળું હથિયાર લઇ ફરાર થઇ ચૂક્યા હતા. આ બાદ હાલ રેલ્વે પોલીસ અને શહેર અ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોચી છે. હાલ પ્રત્યક્ષદર્શીઓને પૂછપરછ બાદ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.