સામાન્ય નાગરિકો ઉપર રોફ જમાવતા હિસ્ટરીશીટર ઉપર પોલીસના ચાર હાથ
જે એપાર્ટમેન્ટમાં ઘૂસે તેને છરી ચાકા મારીને પતાવી દેવા છે કહીને જાનથી મારી નાખવાની ધમકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં પોલીસની જરાપણ ધાક જ ન હોય તેમ લુખ્ખાઓ આતંક મચાવી રહ્યા છે જામનગર રોડ ઉપર એપલગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા માથાભારે શખ્સના ત્રાસથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે સામાન્ય નાગરિકો ઉપર રોફ જમાવટ હિસ્ટ્રીશીટર ઉપર પોલીસના પણ ચાર હાથ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ જામનગર રોડ પર નાગેશ્વરમાં આવેલ એપલગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા અને નામચીનની છાપ ધરાવતા હિસ્ટ્રીશીટર ધવલ દોમડિયા નામના લુખ્ખે તેના પત્ની રાજલ તેમજ સંબંધીઓ વિશાલ મજેઠિયા તેમના પત્ની હિના, ધવલ દોમડિયાના સાળા કિશન અને તેની પત્ની નીધિ સહિતનાએ ગ્રીન એપાર્ટમેન્ટમાં જ રહેતા હિનેશભાઈ પ્રવીણભાઈ પંચોલી ઉપર ધોકા સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.
ફરિયાદી એપાર્ટમેન્ટમાં જ પોતાની કારમાં બેઠા હતા તેને પણ જાનથી મારી નાખવાના ઇરાદા સાથે તેના સાગરિતોને બોલાવીને હુમલો કરાવ્યો હતો છરી જેવા તિક્ષણ હથિયારોથી કાર ઉપર તૂટી પડયા હતા પાર્સલ મુદ્દે ઝઘડો કરી શખ્સે આતંક મચાવ્યો હતો ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.1ના રોજ બપોરે ત્રણેય વાગ્યાના અરસામાં મારા પત્નીએ ઓનલાઈન મંગાવેલા પાર્સલની ડિલીવરી માટે આવેલા ડિલીવરીમેને ભૂલમા અમારા ઘરના બદલે સામેના ફ્લેટ નં.701માં રહેતા ધવલ દોમડિયાના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો આ વાતનો ખાર રાખી સમાધાન માટે બોલવતા ધવલભાઈએ એવુ કહ્યુ હતુ કે, હું રસ્તામાં છું અને થોડીવારમાં ઘરે આવુ છું હું પાર્કિંગમાં ઉભો હતો ત્યારે ધવલભાઈ સીધા જ ભાવેશ વણવી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા ત્યારબાદ હું તથા મારા મિત્ર ધર્મેશભાઈ દોશી તથા અન્ય એક મિત્ર આસીફભાઈ સાથે લિફ્ટમાં ઉપર ગયા બાદ ધવલભાઈએ કહ્યું કે, તમે બેસો હું થોડીવારમાં આવુ. તેમ કહીને તેઓ ફરી નીચે જતા રહ્યા હતા. થોડો સમય વિત્યા બાદ મે ફરી નીચે જઈને જોયુ ત્યારે મારે ત્યા કામ કરતો ભાવેશ મારી જીજે3એનપી-4488 નંબરવાળી ફોચ્ર્યુનર કાર લઈને જતો હતો. તેની પાછળ કેટલાક શખ્સો ધોકા, પાઈપ લઈને દોડતા હતા. ફોચ્ર્યુનર કારની પાછળ અન્ય એક કાર તેમજ બાઈક સવાર પણ હતા. બીજીબાજુ ધવલ, ધવલની પત્ની રાજલબેન, વિશાલ મજેઠિયા, વિશાલની પત્ની હિનાબેન તથા ધવલભાઈનો સાળો કિશન અને તેમન સાળાના પત્ની નીધીબેન બધા જ લાકડી લઈને અમારી પાસે આવીને અમને ગાળાગાળી કરી ધમકાવીને કહેવા લાગ્યા કે તારા ડ્રાઇવરને બોલાવ જેથી હું બોલવું છું તેમ જણાવ્યું હતું બાદમાં મારી ફોચ્ર્યુનર કાર લઈને ગયેલા ભાવેશનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતુ કે, હું ઘંટેશ્વર રોડ પર છું. અમુક લોકો મારો પીછો કરે છે. તેમણે ધોકા અને છરી જેવા તિક્ષ્ણ હથિયારથી કાર પર હુમલો કર્યો છે. મે તેને સલાહ આપી કે, સીધો પોલીસ સ્ટેશને જતો રહે. ત્યારબાદ ટોળકીએ એવું કહ્યું કે એકેયને એપલગ્રીન એપાર્ટમેન્ટનો ગેટ ચડવા નથી દેવા અને જો ચડે તો છરી ચાકા મારીને પતાવી દેવા છે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપતા અમોએ પોલીસ ક્ધટ્રોલ રૂમ 100 પર ફોન કરતા પોલીસવેન આવી ગઈ હતી બાદમાં હું, મારા પત્ની અને મારા મિત્ર મેઘરાજભાઇ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવી ગયા હતા.
- Advertisement -
ધવલ દોમડીયા સામે લોધીકા, જૂનાગઢ, રાજકોટ અને મેટોડામાં 55 કેસ
માથભારે ધવલ દોમડીયા સામે અત્યાર સુધીએ પ્રોહિબિશન સહિતના 55 કેસ નોંધાઈ ચુક્યા છે તબક્કાવાર વાત કરીએ તો લોધીકા પોલીસ સ્ટેશનમાં 2014થી અત્યાર સુધીમાં 39 કેસ નોંધાયા છે જયારે જૂનાગઢના એ ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાઈ ચુક્યા છે આ ઉપરાંત રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ગુના અને મેટોડા પોલીસ સ્ટેશનમાં 11 ગુના નોંધાઈ ચુક્યા છે 55 ગુનામાં સંડોવાયેલ આરોપી હોવા છતાં પોલીસનો જરાપણ ભય ન હોય તેમ ગુનાખોરીને અંજામ આપી રહ્યો છે.
ગુનાઇત માનસ ધરાવતા શખ્સ સામે ગુજસીટોક કરવા માંગ
રાજકોટ, લોધીકા, મેટોડા અને જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં દારૂ સહિતના 55 ગુનાઓ આચરનાર માથાભારે શખ્સ ધવલ દોમડીયા ટોળકી રચી વારંવાર હુમલાઓ કરી રીતસરનો આતંક મચાવી રહ્યા છે ત્યારે સંગઠિત ટોળકી રચી ગુનાઓને અંજામ આપનાર ધવલ દોમડીયા અને તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારવામા આવી છે.



