-જળપ્રલયની હાલત
સ્પેન દેશમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે પૂર્વોતરના ઝરાગોઝા શહેરની હાલત ખરાબ થઈ છે. અહીં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર કાર પાણીમાં તણાઈ રહી છે. પુર જેવી સ્થિતિનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
- Advertisement -
ઉત્તર-પૂર્વ સ્પેનમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે સરકારે યેલો એલર્ટ જાહેર કર્યું છે. સ્પેનમાં ભારે વરસાદના કારણે પુરમાં કેટલાક ડ્રાઈવરો પોતાની કારમાં ફસાયા છે તેમને બચાવવામાં આવી રહ્યા છે ત્યાંની ઓથોરીટીએ લોકોને આ સમયે મુસાફરી કરવાની મનાઈ ફરમાવી છે. સ્પેનમાં ભારે વરસાદને કારણે ભયાનક પુરનો વીડિયો વાયરલ થયો છે. અનેક શહેરો પાણીમાં ગરક થયા છે. સ્પેશનમાં ગત મે માસમાં ભારે વરસાદે તબાહી મચાવી હતી ત્યાં ફરી કુદરતી આફત આવી છે.