પહેલાં સૌરાષ્ટ્ર ને હવે દ. ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે વલસાડ અને નવસારીના ગામડાઓ તો જાણે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયેલા જોવા મળે છે.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ હજુ યથાવત છે. ત્યારે વલસાડના કપરાડામાં છેલ્લા 24 કલાકમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધરમપુરમાં 10 ઈંચ અને ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત પારડીમાં 5.6 ઈંચ અને વલસાડમાં 5.8 ઈંચ વરસાદ થયો તો વાપીમાં 6.4 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઇ છે. તેમજ વલસાડની ઔરંગા નદીના પાણી પણ ભયજનક સપાટીએ આવતા દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.
- Advertisement -
ઔરંગા નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં ગાયો તણાઈ
બીજી બાજુ વલસાડની ઔરંગા નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં ગાયો તણાઈ હતી. જેનું ગૌરક્ષકોએ જીવના જોખમે રેસ્કયુ કર્યું હતું. વલસાડની ઔરંગા નદીમાં પૂર સમયના દ્રશ્યો સૌ કોઇને ચોંકાવનારા છે.
#WATCH | Gujarat: Several parts of Navsari inundate increasingly amid a heavy downpour, causing distress to people and animals#GujaratFloods pic.twitter.com/yJQGJhKlmF
- Advertisement -
— ANI (@ANI) July 12, 2022
છેલ્લા 24 કલાકમાં કપરાડામાં ખાબક્યો 16 ઈંચ વરસાદ
વધુમાં તમને જણાવી દઇએ કે, વલસાડના કપરાડામાં છેલ્લા 24 કલાકમાં 16 ઈંચ વરસાદ ખાબકતા મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 1.55 લાખ ક્યુસેક પાણીની આવક આવી છે. ડેમની જળ સપાટી 72.55 મીટરે પહોંચી છે. ડેમના તમામે તમામ 8 દરવાજા 3 મીટર સુધી ખોલી નખાયા છે. ડેમમાંથી પાણી છોડાતાં નદી કિનારાના ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
#WATCH | Gujarat: Valsad reels under flood-like situation as many parts of the district inundate amid heavy rainfall pic.twitter.com/76UrStvLUn
— ANI (@ANI) July 11, 2022
ધરમપુરના બોપી ગામે પણ 4 લોકો તણાયા હતા
નોંધનીય છે કે, વલસાડના ધરમપુરમાં 10 ઇંચ, ઉમરગામમાં 7.5 ઇંચ, વાપીમાં 6.4 ઇંચ, પારડીમાં 5.6 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં ભારે વરસાદના કારણે ધરમપુરના બોપી ગામે 4 લોકો તણાયા હતા. જેમાં એકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અન્ય ત્રણ વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી. ટ્રેક્ટર રિપેર કરાવવા ગયેલા 4 લોકો તણાયા હતા. સાથે કોતર નદીમાં કાર પણ પાણીના વહેણમાં તણાઇ ગઇ હતી.
Kheda, Gujarat | Heavy rain lashes Nadiad city of Kheda district, water enters residential areas
A senior citizen, aged b/w 70-80 died after he fell in about 2 feet of water inside his home when he was alone. It was accidental: Rudresh Hudal, Chief Officer, Nadiad Nagar Nigam pic.twitter.com/LJEB4A8FXg
— ANI (@ANI) July 11, 2022