મસ્જિદોમાં અઝાન સમયે લાઉડ સ્પીકરના મુદા પર તનાવ
સવારથી મસ્જિદોના લાઉડ સ્પીકર મુંગા: ઔરંગાબાદમાં ધીમા અવાજે અજાન: મુંબઈની લોકલ ટ્રેનોમાં હનુમાન ચાલીસાના પાઠ
- Advertisement -
મુંબઈમાં ખુદ પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ ફિલ્ડમાંં
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રમાં છેડાયેલા અજાન વિ. હનુમાન ચાલીસા વિવાદમાં મહારાષ્ટ્ર-નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે એ આજથી મસ્જીદો પર જો લાઉડ સ્પીકર પર અજાન પઢવામાં આવશે તો તેની સામે જાહેરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે તેવા આપેલા અલ્ટીમેટમનો આજે અંત આવતા જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પોલીસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ખાસ કરીને મનસે તેના રાજ ઠાકરેના ચેમ્બુર ખાતેના નિવાસ બહાર પોલીસે ઘેરો કરીને કોઈપણ પ્રકારે રાજ ઠાકરે બહાર નિકળી શકે નહી તે નિશ્ર્ચિત કર્યુ છે તો મુંબઈના પોલીસ કમિશ્નર સંજય પાંડે અને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ફિલ્ડમાં આવી ગયા છે અને મુંબઈના સંવેદનશીલ ક્ષેત્રોના પોલીસ મથકોની મમુલાકાત લઈને તમામ પોલીસદળ તથા વધારાના દળોને સ્ટેન્ડ ટુ કર્યા છે. બીજી તરફ રાજય સરકારે કોઈને પણ કાયદો વ્યવસ્થા હાથમાં નહી લેવાની ચેતવણી આપતા કહ્યું કે સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને પગલા લઈ રહી છે.
- Advertisement -
બીજી તરફ સંવેદનશીલ ગણતા નાગચૂ ઔરંગાબાદમાં પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઔરંગાબાદમાં આજે સવારે મસ્જીદદોમાં સાવ ધીમા અવાજ સાથે અજાન થઈ હતી તો બીજી તરફ મુંબઈમાં આજે સવારે અનેક લોકલ ટ્રેનોમાં મુસાફરોએ અજાનના સમયે જ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રવકતા સંદીપ દેશપાંડેએ દાવો કર્યો હતો કે, લાઉડ સ્પીકર એ ધાર્મિક કે રાજકીય નહી પણ સામાજીક મુદો છે તેવુ જણાવતા આજે અનેક મસ્જીદોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ ન થયો તે બદલ મુસ્લીમોનો આભાર માન્યો હતો.કહ્યું કે અમોએ પણ હજુ કયાંય હનુમાન ચાલીસાનું પઠન કર્યુ નથી અને જો અજાન કે અન્ય સમયે મસ્જીદોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ નહી થાય તો અમો પણ હનુમાન ચાલીસાનું પઠન કરતું નથી.
પોલીસ પણ એ સુનિશ્ર્ચિત કરી રહી છે કે કોઈપણ મસ્જીદોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય નહી અને આ માટે ગઈકાલે રાત્રીથી જ પોલીસ અધિકારીઓએ મુસ્લીમ સમુદાયને સંદેશ પહોંચાડી દીધો હતો. મુંબઈ નજીક ભીવડીમાં જાહેરમાં લાઉડ સ્પીકર ગોઠવી રહેલા મનસેના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. જો કે હજું કોઈ મોટી ઘટનાના અહેવાલ નથી.



