- અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો પણ ભારતીય સૈનિકો તે પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો હતો
ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પણ ભારતીય સૈનિકો તે પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો હતો. હવે આ સમગ્ર વિવાદ પર અમેરિકાએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એ રાહતની વાત છે કે, બંને સેનાએ પાછળ હટી ગઈ.
ભારત-ચીન પર અમેરિકાએ શું કહ્યું?
- Advertisement -
અમેરિકાએ ખુશી વ્યક્ત કરી છે કે, બંને દેશોની સેનાઓ સમયસર હટી ગઈ અને પરિસ્થિતિને કાબૂમાં રાખી. જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ખુશીની વાત છે કે બંને સેનાએ સમયસર પીછેહઠ કરી. અમે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. અમે ભારત અને ચીન બંનેને વાટાઘાટો માટે પ્રોત્સાહિત કરીએ છીએ, સરહદોને લઈને જે પણ વિવાદ છે, તેને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. આ પહેલા ચીને પણ 9 ડિસેમ્બરની ઘટના પર પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. ચીને આક્રમક બનવાને બદલે માત્ર એટલું જ કહ્યું કે, ભારતીય સરહદ પર સ્થિતિ ‘સ્થિર’ છે.
શું થયું હતું 9મી ડિસેમ્બરે ?
9 ડિસેમ્બરની ઘટનાની વાત કરીએ તો ચીની સૈનિકો ભારતીય ચોકીને હટાવવા માટે તવાંગ આવ્યા હતા. જ્યારે ભારતીય સૈનિકોએ તે જોયું તો તેઓએ તરત જ ચાર્જ સંભાળ્યો અને અથડામણ કરી. ભારતીય સૈનિકોને હતપ્રભ થતા જોઈને ચીની સૈનિકો પાછળ હટી ગયા. આ હિંસક ઘટનામાં 6 ભારતીય સૈનિકો ઘાયલ થયા છે, ચીન તરફથી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ તેના મોટી સંખ્યામાં સૈનિકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતને પહેલાથી જ ખબર હતી કે ચીન તવાંગ તરફ આગળ વધી રહ્યું છે અને ત્યાં ભારતીય પોસ્ટ પર કબજો કરી શકે છે. આ કારણે ચીનની મોટી સેનાની સામે ભારત તરફથી પણ મોટી સંખ્યામાં સૈનિકો ત્યાં તૈનાત હતા. પરિણામ એ આવ્યું કે, ચીની સૈનિકોને સ્થળ પરથી ભગાડી દેવાયા.
- Advertisement -
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શું કહ્યું ?
હાલ જમીન પર સ્થિતિ કાબુમાં આવી ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ગૃહમાં સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સૈનિકોની બહાદુરીના કારણે જ ચીની સૈનિકોને પાછળ હટાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે 09 ડિસેમ્બર 2022ના રોજ PLA સૈનિકોએ અરુણાચલના તવાંગ સેક્ટરમાં યાંગત્સેમાં LAC પર અતિક્રમણ કરીને એકપક્ષીય રીતે યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો. અમારી સેનાએ દૃઢ નિશ્ચય સાથે ચીનના આ પ્રયાસનો સામનો કર્યો. આ દરમિયાન બંને પક્ષો સામસામે આવી ગયા હતા. ઝપાઝપી પણ થઈ હતી. આ અથડામણમાં બંને પક્ષના કેટલાક જવાનો ઘાયલ થયા હતા. પરંતુ હું ગૃહને જણાવવા માંગુ છું કે, અથડામણમાં અમારા કોઈપણ સૈનિકનું મૃત્યુ થયું નથી કે કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.