બાંગ્લાદેશી હિંદુ યુવકના મૃત્યુ પર ઉગ્ર વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા વિરુદ્ધ વિશ્ર્વ હિંદુ પરિષદ (ટઇંઙ) દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર પ્રદર્શન કરી રહી છે. ટઇંઙ કાર્યકરો સવારે 11 વાગ્યાથી પીડિત પરિવારને ન્યાય અપાવવાની માગ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં 18 ડિસેમ્બરની રાત્રે હિંદુ યુવક દીપુ ચંદ્રની હત્યા કરવામાં આવી હતી. પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે દીપુએ ફેસબુક પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરી હતી, પરંતુ પ્રારંભિક તપાસમાં તેનો કોઈ પુરાવો મળ્યો નથી. આ દરમિયાન બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતીય ઉચ્ચાયુક્ત પ્રણય વર્માને સમન્સ મોકલ્યું છે. એક અઠવાડિયામાં આ બીજી વાર છે, જ્યારે ભારતીય ઉચ્ચાયુક્તને બોલાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી ભારત વિરોધી પ્રદર્શનો અને પછી મયમન સિંહ જિલ્લામાં દીપુની મોબ લિંચિંગને કારણે બંને દેશોના સંબંધો ઘણા બગડી ગયા છે.
બાંગ્લાદેશે મંગળવારે ભારતમાં તેના રાજદ્વારી મિશનો પર થયેલા હુમલાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી. વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, આ ઘટનાઓના વિરોધમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને બોલાવવામાં આવ્યા. આ ઘટનાઓ નવી દિલ્હી અને સિલીગુડીમાં બની હતી. બાંગ્લાદેશે કહ્યું કે હિંસા અને ધમકાવવાની આ ઘટનાઓ અસ્વીકાર્ય છે. આવા કૃત્યો માત્ર રાજદ્વારી કર્મચારીઓની સુરક્ષાને જોખમમાં મૂકે છે એટલું જ નહીં, પરંતુ પરસ્પર સન્માન, શાંતિ અને સહિષ્ણુતા જેવા મૂલ્યોને પણ નબળા પાડે છે. વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર, પ્રણય વર્માને ભારતમાં બાંગ્લાદેશી મિશનોની સુરક્ષા સ્થિતિ અંગે બોલાવવામાં આવ્યા હતા. તેમને નિર્દેશ આપવામાં આવ્યો કે તમામ દૂતાવાસો અને સંબંધિત સ્થળોની સુરક્ષા સઘન કરવામાં આવે. બાંગ્લાદેશે આરોપ લગાવ્યો કે ભારતમાં રહીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સતત એવા નિવેદનો આપી રહ્યા છે જેને બાંગ્લાદેશ ઉશ્કેરણીજનક માને છે.



