ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફની ચાદર છવાઇ જતાં ઠંડીમાં વધારો થયો છે. કંલાંગ, કલ્પા પછી મનાલી અને સમદોનું ન્યુનતમ તાપમાન પણ માઇનસમાં પહોંચી ગયું છે. જયારે, જમ્મૂ-કાશ્મીરમાં રાતના પારો ગગડી જાય છે. કાશ્મીરમાં ઠંડીની સાથે રાતના મોટાભગના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી નીચે ચાલ્યું જાય છે.
હિમાચલમાં વરસાદ- બરફ પડયા પછી શિમલા, ઉના, સોલન, કાંગડામાં સવારે-સાંજના સમયે વાતવરણમાં ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હી તેમજ શિમલા સહિત પ્રદેશના બધા ક્ષેત્રોમાં મગળવારને તડકો જોવા મળ્યો હતો. 10 ડિસેમ્બર સુધી પ્રદેશમાં વાતાવરણ ચોખ્ખું રહેવાનું અનુમાન છે.
- Advertisement -
સોમવાર રાતના કેલાંગમાં ન્યૂનતમ તાપમાન માઇનસ 7.3, સામદોમાં માઇનસ 2.8, કલ્પામાં માઇનસ 1.6 અને મનાલીમાં 0.6 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું છે. રિકાંગપિઓમાં ન્યૂનતમ તાપમાન 0.9, નારકંડામાં 0.4, ભુંતરમાં 2.1, કુકરીમાં 2.5, મંડીમાં 4.4, શિમલામાં 4.6, સુંદરનગરમાં 4.7, સોલનમાં 5.5, ઉનામાં 6.4, કાંગડામાં 7.0 અને ધર્મશાળામાં 8.2 ડીગ્રી સેલ્સિયસ રિકોર્ડ થયું. શ્રીનગરમાં મંગળવાર સવારે ધુમ્મસ છવાઇ ગઇ.
શ્રીનગરમાં દિવસનું તાપમાન 13.0 અને ગત રાત્રીના તાપમાન માઇનસ 1.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું આ રીતે કાજીગુંડમાં ન્યૂનતમ તાપમાન 1.6, પહલગામમાં માઇનસ 4.3, કુપવાડામાં માઇનસ 1.7, અને ગુલમર્ગમાં માઇનસ 2.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો હતો. લેહમાં કડકડતી ઠંડી પડી રહી છે. જયારે ગત રાતના ન્યૂનતમ તાપમાન 10.0 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
જમ્મૂમાં દિવસની શરૂઆત ચોખ્ખા હવામાનની સાથે થઇ અને દિવસભર તડકો જોવા મળ્યો. પરંતુ રાત્રીના ઠંડીમાં વધારો જોવા મળ્યો. ત્યાં દિવસનું તાપમાન 23.2 અને રાત્રીનું તાપમાન 9.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. આ રીતે બનિહાલમાં ન્યૂનતમ તાપમાન 2.8, બટોતમાં 3.5, કટડામાં 8.4, ભદ્રવાહમાં 1.4 અને કટડામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.