સોનમર્ગ માઈનસ 5.3 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર બન્યું: ઠંડીનો પ્રકોપ વધવાની આગાહી
કાશ્મીરમાં શુષ્ક હવામાન વચ્ચે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. સોમવારે ગુલમર્ગ, પહેલગામ અને સોનમર્ગમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. સોનમર્ગ સૌથી વધુ ઠંડુ ક્ષેત્ર રહ્યું હતું, જયાં ન્યુનતમ તાપમાન માઈનસ 5.3 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરી છે.
- Advertisement -
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
ખીણમાં ગત દિવસોમાં એક પછી એક બે પ્રશ્ચિમી ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે હવામાનનો બિજાજ તીખો બન્યો છે. આ બાજુ પહેલ ગામમાં ન્યુનતમ તાપમાન માઈનસ 2.0 જયારે ગુલમર્ગમાં આજ રાતનું ન્યુનતમ તાપમાન માઈનસ 1.8 ડિગ્રી સેલ્સીયસ રેકોર્ડ કરાયું છે.
હવામાન વિભાગે 24 નવેમ્બર સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર ન થવાની સંભાવના દર્શાવી છે. અલબત બીજા ડિસ્ટર્બન્સની અસરને લઈને પર્વતીય વિસ્તારોએ 2-5 ઈંચની બરફની ચાદર ઓઢી લીધી હતી. જયારે આ દરમિયાન નીચલા વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો. હાલમાં વરસાદ અને બરફ વરસાદ બાદ ખીણમાં હવામાન શુષ્ક બન્યું છે.
આવનારા દિવસોમાં વધશે ઠંડી
તાપમાનમાં ઘટાડાનો સિલસિલો આવનારા દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધી જશે. હવામાન વિભાગે હાલની ઠંડીમાં શિયાળામાં લા-નીનાની અસર આવનાર દિવસોમાં બની રહેવાથી ખીણ ઠંડીની ઝપટમાં આવવાની સંભાવના દર્શાવી છે.