જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની પહાડીઓ પર સતત બરફ વર્ષાથી ગુરુવારે પણ શીતલહેર ચાલુ રહી હતી. કાશ્મીરમાં તાપમાનનો પારો માઈનસ 10.2 નોંધાયો હતો. તો ઉત્તરાખંડમાં શીતલહેરનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. દિવસે સૂર્વ ખુલવાથી હળવી રાહત રહી હતી. પરંતુ સવાર અને સાંજ ઠંડીથી જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. હિમાચલ પ્રદેશમાં બુધવારની રાત્રે 6 ક્ષેત્રોમાં ન્યુનતમ તાપમાન માઈનસમાં નોંધાયું હતું.
કાશ્મીરની ખીણોમાં ઠંડીએ પોતાનો રંગ દેખાડવો શરૂ કરી દીધો છે. સરોવરો અને જળાશયો જામવા લાગ્યા છે. ખાસ કરીને સ્થિર પાણી વધતા સ્થળો પર ઉપરનું પડ જામવા લાગ્યું છે પારામાં સતત ઘટાડાથી પાણી પુરવઠાને પણ અસર થવા લાગી છે.પંજાબ અને ઉત્તરાખંડમાં પણ ન્યુનતમ પારામાં ઘટાડો થવાથી ઠંડીનો પ્રકોપ વધ્યો છે.
- Advertisement -
ઉત્તરાખંડમાં સવાર સાંજ હિમવર્ષાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પણહી રહ્યો છે. હલ્દ્વાનીના વિશ્ર્વ પ્રસિધ્ધ જાગેશ્ર્વર ધામમાં વૃક્ષો પર પડેલા ઝાકળના ટીપા બરફમાં ફેરવાઈ ગયા છે. ધામ પાસે વહેતી જટાગંગા નદીનું પાણી પણ કિનારા પર જામવા લાગ્યું છે.