WhatsApp અને Facebook ઠપ્પ થતાં જ ટેલિગ્રામને ફાયદો થયો!
ખાસ-ખબર સંવાદદાતા
WhatsApp અને Facebookનું નુકસાન Telegram માટે હંમેશા ફાયદાનો સોદો રહ્યું છે. WhatsApp અને Facebookએ તાજેતરમાં જ ગ્લોબલ લેવલ પર મોટા પાયે આઉટેજનો સામનો કરવો પડ્યો હતો, જે લગભગ છ કલાક સુધી ચાલ્યું હતું. પરંતુ WhatsApp અને Facebook ડાઉન થયું તે સમયગાળા દરમિયાન Telegramએ 70 મિલિયન યુઝર્સ જોડ્યા. WhatsApp અને Facebook સાથે સાથે Instagram પર સોમવારે સાંજે આશરે 6 કલાક સુધી ઠપ્પ રહ્યું. સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ દુનિયાભરમાં 3.5 બિલિયનથી વધુ યુઝર્સને પ્રભાવિત કરતા આઉટેજ માટે એક દોષપબર્ણ કોન્ફિગરેશન બદલાવને જવાબદાર ઠેરવ્યુ છે. જ્યારે Facebookના આઉટેજથી કંપનીને નુકસાન થઇ શકે છે.