-એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી અરજીના 25,000 લેવાનો ફેંસલો
તેલંગણામાં આગામી વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર પાસેથી કોંગ્રેસ પોતાના ઉમેદવાર પાસે અરજીના 50 હજાર રૂપિયા લેશે. એસ.ટી., એસ.સી. અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી 25 હજાર રૂપિયા લેવાનો નિર્ણય કરાયો છે. કોંગ્રેસના તેલંગાણા એકમે રાજયની વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની અરજી શુક્રવારથી સ્વીકારવાનુ શરૂ કર્યું છે.
- Advertisement -
રાજયમાં આ વર્ષના અંતે ચૂંટણી યોજાવાની છે. પક્ષના ટોચના નેતાએ જણાવ્યુ હતુ કે, કર્ણાટક કોંગ્રેસની જેમ તેલંગાણાનુ કોંગ્રેસ એકમ પણ ચૂંટણીમાં ઉભા રહેવા ઈચ્છતા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી અરજીના રૂા.25000 લેશે. અન્ય ઉમેદવારો પાસેથી તેણે રૂા.50000ની રકમ લેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક કોંગ્રેસે થોડા સમય પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઉભા રહેવા ઈચ્છુક જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી અરજી અને અન્ય દસ્તાવેજ સાથે રૂા.બે લાખ લીધા હતા.
જયારે એસસી અને એસટી ઉમેદવારો માટે આ રકમ રૂા.1 લાખ રાખવામા આવી હતી. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ મહેશકુમાર ગૌડે જણાવ્યુ હતુ કે ‘કોંગ્રેસે ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા તૈયાર કરવા ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી રાજા નરસિમ્હાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યની પેટાસમિતિ બનાવી છે.