ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
આજે, મહાગઠબંધને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) ઝુંબેશ સામે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ (છઉંઉ), કોંગ્રેસ, ડાબેરી પક્ષો, ટઈંઙ પાર્ટી અને જન અધિકાર પાર્ટી (પપ્પુ યાદવ) સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પટના પહોંચ્યા અને તેજસ્વી યાદવ સાથે આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે દિલ્હીથી પટના પહોંચ્યા અને અહીં વિરોધ રેલીમાં જોડાયા. તેજસ્વી યાદવ અને પપ્પુ યાદવ પણ તેમની સાથે જોડાયા હતા.
ઇન્કમ ટેક્સ ચોકથી, રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને દીપાંકર ભટ્ટાચાર્ય એક ગાડીમાં સવાર થઈને પ્રદર્શન કરતા ચૂંટણી પંચના કાર્યાલય તરફ રવાના થયા.
પોલીસ બેરિકેડિંગની નજીક પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું- ‘હું બિહાર અને દેશના લોકોને કહી રહ્યો છું. મહારાષ્ટ્રની ચૂંટણીમાં ચોરી કરવામાં આવી હતી. તેવી જ રીતે બિહારમાં પણ મત ચોરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી પંચે બિહારને મહારાષ્ટ્ર મોડેલ સમજી લીધું છે. તેઓ ગરીબોના મત છીનવી લેવા માંગે છે.’ આ બિહાર છે અને બિહારના લોકો આવું નહીં થવા દે. અમારા લોકો ગયા અને ચૂંટણી પંચને મળ્યા. હું જઈ શક્યો નહીં. ચૂંટણી પંચ ભાજપ અને આરએસએસના નેતાઓની જેમ વાત કરી રહ્યું છે.
- Advertisement -
બિહાર બંધ દરમિયાન 12 નેશનલ હાઈવે જામ કરવામાં આવ્યા હતા. સમસ્તીપુર, મુઝફ્ફરપુર, બેગુસરાય, કટિહાર, સુપૌલ, માધેપુરા, મોતિહારી, વૈશાલી, પટના અને ઔરંગાબાદમાં લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા. દરભંગા, ભોજપુર, સુપૌલ, જહાનાબાદ, પટના, મુંગેર રેલ્વે સ્ટેશનો પર ટ્રેનોને રોકવામાં આવી હતી.
બિહાર ચૂંટણી પહેલા થઈ રહેલા વોટર વેરિફિકેશનના વિરોધમાં વિપક્ષે બંધનું એલાન આપ્યું છે. ભોજપુરના બિહિયા સ્ટેશન પર, પૂર્વ આરજેડી ધારાસભ્ય ભાઈ દિનેશે તેમના સમર્થકો સાથે શ્રમજીવી એક્સપ્રેસ અને વિભૂતિ એક્સપ્રેસને રોકી અને સૂત્રોચ્ચાર કર્યા. 3 મિનિટ પછી ટ્રેનને રવાના કરવામાં આવી.
બેગુસરાયમાં, આરજેડી કાર્યકરોએ ગઇં-31ને જામ કર્યો હતો. તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જહાનાબાદમાં પણ મહાગઠબંધનના નેતાઓએ મેમુ પેસેન્જર ટ્રેન રોકી અને સૂત્રોચ્ચાર કર્યા. થોડા સમય પછી, પોલીસે બધાને ટ્રેક પરથી હટાવ્યા. દરભંગામાં, વિરોધીઓએ નમો ભારત ટ્રેનને અટકાવવામાં આવી હતી.