ડો. ઓમ પ્રકાશની રાજકોટના કલેકટર તરીકે નિમણૂંક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા કમિશનર મુકાયા છે. મઘ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના એમડી તરીકે ફરજ બજાવતા તેજસ પરમારને નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જૂનાગઢ ખાતે મુકયા છે. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા ડોકટર ઓમ પ્રકાશને રાજકોટ કલેકટર તરીકે બદલી મળી છે. રાજ્ય સરકારે 13 આઇેસ કક્ષાના અધિકારીઓની બદલી કરી જેમાં જૂનાગઢ કમિશનરની પણ બદલી થઇ છે. જૂનાગઢ કોર્પોરેશનમાંહાલ કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરની લાઇન નખાઇ રહી છે. પ્રથમ વરસાદ બાદ શહેરની હાલત બદત્તર થઇ ગઇ છે ત્યારે નવા કમિશનર શહેરની હાલત સુધારશે તેવી લોકોની આશા છે.