ભારતીય ક્રિકેટના સૌથી મહત્ત્વપૂર્ણ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહની બાયોપિકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2007 અને વન ડે વર્લ્ડ 2011ના હીરો યુવરાજની સિંહના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા જાણકારી શેર કરી છે કે, ‘ક્રિકેટર યુવરાજ સિંહ પર બાયોપિક જાહેર… ભૂષણ કુમાર – રવિ ભાગચંદકા પ્રોડ્યુસ કરશે… ગ્રાઉન્ડબ્રેકિંગ જાહેરાતમાં, નિર્માતા ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા ક્રિકેટના દિગ્ગજ યુવરાજ સિંહના અસાધારણ જીવનને મોટા પડદા પર લાવશે. બાયોપિક – જેનું શીર્ષક હજુ સુધી આપવામાં આવ્યું નથી. તે તેની અપ્રતિમ સફર અને ક્રિકેટમાં યોગદાનની ભવ્ય ઉજવણી હશે, જેમાં તેની સુપ્રસિદ્ધ કારકિર્દીના સાર અને તેના મેદાનની બહારની બહાદુર લડાઈઓને આવરી લેવામાં આવશે.’
- Advertisement -
યુવરાજ સિંહની બાયોપિક જાહેર થતાં જ ફેન્સ ઘણા એક્સાઈટમેન્ટ થઈ ગયા છે. આ ફિલ્મમાં યુવરાજ સિંહનો રોલ કોણ પ્લે કરશે, તેને લઈને હાલ કોઈ જાણકારી સામે આવી નથી. ફિલ્મની રિલીઝ ડેટને લઈને પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી.