ટીમ ઈન્ડીયાના ટેસ્ટના ઓપનર મુરલી વિજયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરીને ચાહકોનો આભાર માન્યો છે.
છેલ્લા પાંચ વર્ષથી ક્રિકેટ રમ્યા વગર બેસી રહેલા ટેસ્ટના ખેલાડીને હવે એવું લાગતા કે ટીમમાં હવે મેળ નહીં પડે એવું માનીને તેણે સ્વૈચ્છાએ ક્રિકેટમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝ પહેલા સ્ટાઈલિશ ઓપનર મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 30 જાન્યુઆરીની બપોરે મુરલી વિજયે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી હતી અને ચાહકોનો આભાર માન્યો હતો.
- Advertisement -
@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
— Murali Vijay (@mvj888) January 30, 2023
- Advertisement -
મુરલી વિજયે ભારત માટે 61 ટેસ્ટ મેચ રમી
મુરલી વિજયે ભારત માટે 61 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના નામે 3982 રન નોંધાયેલા છે. જેમાં તેણે 38.28ની એવરેજથી રન ફટકાર્યા હતા, જેમાં 12 સદી અને 15 અડધી સદી સામેલ છે. મુરલી વિજયે ભારત માટે 17 વન ડે અને 9 ટી-20 મેચ પણ રમી હતી.
2018માં રમ્યો હતો છેલ્લી ટેસ્ટ
મુરલી વિજયે 2008માં ભારત તરફથી ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તેણે 2018માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. 38 વર્ષીય મુરલી વિજયની ગણતરી ટીમ ઇન્ડિયાના સ્ટાઇલિશ ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. 2018 પછી મુરલી વિજયને ટીમમાં લેવાયો નથી. પોતાનો મેળ નહીં પડે તેવું માનીને હવે તેણે નિવૃતી લેવાનું અનુકૂળ લાગ્યું.