ભારતે પહેલા બેટિંગ કરતાં 186 રન બનાવ્યા હતા અને તેની સામે ઓસ્ટ્રેલીયાની ટીમ 180 રન બનાવી શકી હતી.
ટી-20 વર્લ્ડ કપ ગઈ કાલથી શરૂ થઈ ગયો છે અને ભારત તેની પહેલી મેચ 23 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. પણ એ પહેલા ટીમ ઈન્ડિયા આજે ઓસ્ટ્રેલીયા સામે તેનો પહેલો ઓફિશિયલ વોર્મ-અપ મેચ રમી હતી અને એ મેચમાં ભારતે ઓસ્ટ્રેલીયાને 6 રનથી માત આપી હતી. ભારતે પહેલા બેટિંગ કરતાં 186 રન બનાવ્યા હતા અને તેની સામે ઓસ્ટ્રેલીયાની ટીમ 180 રન બનાવી શકી હતી.
- Advertisement -
What A Win! 👌 👌#TeamIndia beat Australia by 6⃣ runs in the warm-up game! 👏 👏
Scorecard ▶️ https://t.co/3dEaIjgRPS #T20WorldCup | #INDvAUS pic.twitter.com/yqohLzZuf2
— BCCI (@BCCI) October 17, 2022
- Advertisement -
શમીના ખાતામાં ત્રણ વિકેટ
ટીમ ઈન્ડિયાને છેલ્લી ઓવરમાં ઑસ્ટ્રેલિયાને 11 રનની જરૂર હતી અને શમીના હાથમાં બોલ આપવામાં આવી. કુલ ચાર વિકેટ પડી જેમાં એક રનઆઉટ હોવાથી મોહમ્મદ શમીના ખાતામાં ત્રણ વિકેટ ગણવામાં આવશે. જે બાદ ભારતે શાનદાર જીત હાંસલ કરી.
વર્લ્ડ કપનું શેડ્યુલ શું છે?
સુપર-12માં ભારતે કુલ પાંચ મેચ રમવાની છે જેમાં સૌથી મહત્વપૂર્ણ પહેલી જ મેચ પાકિસ્તાન સામે 23મી ઓક્ટોબરે રમાશે. જે બાદ 27મી ઓક્ટોબરે ગ્રુપ-એની રનર અપ ટીમ સામે મેચ રમાશે. બાદમાં 30 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા જ્યારે બીજ નવેમ્બરે બાંગ્લાદેશની ટીમો ભારત સામે ટકરાશે. જે બાદ ટીમ ઈન્ડિયા સુપર-12ની છેલ્લી મેચ ગ્રુપ-બીની વિનર ટીમ સામે રમશે.
India win a thriller!
They beat Australia by 6 runs during their warm-up fixture in Brisbane 👏 #T20WorldCup | Scorecard: https://t.co/w8aJnC5fTF pic.twitter.com/7A2cO5JpAc
— ICC (@ICC) October 17, 2022
ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11:
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઋષભ પંત, દીપક હુડા