એશિયન ગેમ્સ 2023માં ભારતીય હોકી ટીમે ફાઇનલમાં જાપાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે આ મેચ 5-1થી જીતી લીધી હતી. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 95 થઈ ગઈ છે.
એશિયન ગેમ્સ 2023માં ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ગત વખતના એશિયા ચેમ્પિયન જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ પહેલા ભારત અને જાપાન પૂલ રાઉન્ડમાં પણ ટકરાયા હતા જેમાં ભારત 4-2 થી જીત્યું હતું. ફાઈનલ મેચમાં ભારત તરફથી ખૂબ જ સારી રમત જોવા મળી હતી. ભારતની સામે વિપક્ષી જાપાન માત્ર એક જ ગોલ કરવામાં સફળ રહ્યું હતું.
- Advertisement -
આ ગોલ્ડ સાથે ભારતીય હોકી ટીમ 2024માં પેરિસમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. મેચની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં મેચની 25મી મિનિટે ભારત તરફથી મેચનો પ્રથમ ગોલ થયો હતો. મનદીપ સિંહે આ ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી.
𝐆𝐎𝐋𝐃𝐄𝐍 𝐓𝐑𝐈𝐔𝐌𝐏𝐇 𝐖𝐈𝐓𝐇 𝐀 #𝐏𝐀𝐑𝐈𝐒𝟐𝟎𝟐𝟒 𝐓𝐈𝐂𝐊𝐄𝐓🎟️
Our #MenInBlue 🏑 reign supreme with a GOLD and unbeaten track record at #AsianGames2022 🔥
- Advertisement -
Congratulations to the Men's Hockey Team for bringing home 🇮🇳's 4th Asian Games 🥇 and this time with Olympic… pic.twitter.com/GDVNQpNuem
— Anurag Thakur (@ianuragthakur) October 6, 2023
ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં મેચની 32મી મિનિટે ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે બીજો ગોલ કરીને ભારતને 2-0ની લીડ મેળવી લીધી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા અમિત રોહિદાસે ભારત માટે ત્રીજો ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ત્રીજા ક્વાર્ટર સુધી 3-0ની લીડ મેળવીને પોતાની જીત લગભગ નિશ્ચિત કરી દીધી હતી.
ચોથા ક્વાર્ટરમાં ભારતે 2 ગોલ કર્યા, જાપાનનું ખાતું ખુલ્યું
ચોથા ક્વાર્ટરની શરૂઆતના માત્ર ત્રણ મિનિટ બાદ એટલે કે 48મી મિનિટે અભિષેકે ભારત માટે ચોથો ગોલ કર્યો. આ ગોલ સાથે ભારતે 4-0ની લીડ મેળવી લીધી હતી. માત્ર ત્રણ મિનિટ બાદ એટલે કે 51મી મિનિટે જાપાને પોતાનું ખાતું ખોલાવ્યું અને ટીમનો પહેલો ગોલ આવ્યો. ત્યારબાદ મેચ પુરી થવાના 1 મિનિટ પહેલા ભારતે પાંચમો ગોલ કર્યો હતો. 59મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમ માટે પાંચમો ગોલ કરીને ભારતને જાપાન સામે 5-1થી જીત અપાવી હતી.