એવામાં ભારતીય ટીમ આજે ઈતિહાસ રચશે એ પાકું છે પણ હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા પાસે ગોલ્ડ જીતવાની સોનેરી તક છે
ઈંગ્લેન્ડના બર્મિગહમમાં આયોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા ક્રિકેટ હવે તેના સેમિફાનલ સુધી પહોંચી ગઈ છે, આજે એટલે કે 6 ઓગસ્ટના રોજ ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે સેમીફાઈનલનો મેચ થશે.
- Advertisement -
𝙏𝙝𝙧𝙤𝙪𝙜𝙝 𝙩𝙤 𝙩𝙝𝙚 𝙨𝙚𝙢𝙞𝙨 🏏#TeamIndia have reached the knockouts of the inaugural women's cricket competition at the Commonwealth Games 🇮🇳🙌#EkIndiaTeamIndia | #B2022 | 📸@birminghamcg22 pic.twitter.com/UKDAOVilL5
— Team India (@WeAreTeamIndia) August 4, 2022
- Advertisement -
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે બપોરે 3:30 કલાકે મેચની શરૂઆત કરશે. જો ટીમ ઇન્ડિયા મેચ જીતી જાય છે તો પછી તે ફાઈનલમાં ગોલ્ડ માટે મેચ રમશે પણ જો ટીમ ઇન્ડિયા આજે મેચ હારી ગઈ તો પણ તેને સિલ્વર મેડલ જરૂર મળશે. એવામાં ભારતીય ટીમ આજે ઈતિહાસ રચશે એ પાકું છે. પણ હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા પાસે ગોલ્ડ જીતવાની સોનેરી તક છે અને તેના માટે ભારતીય ટીમે ફક્ત બે મેચ જીતવાના બાકી છે.
ઓસ્ટ્રેલીયા ન્યુઝીલેન્ડ સામે બીજો સેમિફાઇનલ
ભારતીય ટીમ તેના ગ્રુપ-એ માં બીજા નબંર પર રહી છે જ્યારે ઈંગ્લેન્ડ તેના ગ્રુપ-બી માં પહેલા નંબર પર ટોપ કરતી ક્વોલિફાઈ થીઆ છે. બીજો સેમિફાઇનલ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય સમય અનુસાર પહેલો સેમિફાઇનલ બપોરે 3:30 વાગ્યે અને બીજો સેમિફાઇનલ બપોરે 10:30 વાગ્યે શરૂ થશે, બંને મેચ બર્મિગહમના એજબેસ્ટનમાં રમવામાં આવશે.
INDIA AT @birminghamcg22
DAY 7 SCHEDULE#EkIndiaTeamIndia #WeAreTeamIndia pic.twitter.com/D6aDbHb00P
— Team India (@WeAreTeamIndia) August 4, 2022
સેમિફાઇનલ અને ફાઇનલનું શેડ્યુઅલ
6 ઓગસ્ટ
પહેલો સેમિફાઇનલ – ભારત vs ઈંગ્લેન્ડ – બપોરે 3:30 કલાકે
બીજો સેમિફાઇનલ – ઓસ્ટ્રેલીયા vs ન્યુઝીલેન્ડ – રાત્રે 10:30 કલાકે
7 ઓગસ્ટ
બ્રોન્ઝ મેડલ માટે મેચ – બપોરે 2:30 કલાકે
ગોલ્ડ મેડલ માટે મેચ – રાત્રે 9:30 કલાકે