ભારતીય ક્રિકેટ ટીમનાં ઓફીશીયલ કીટ પાર્ટનર MPL Sportsએ નવી જર્સીની જલક બતાવી, જેથી જાણ થાય છે કે ટીમ ઈન્ડિયા ફરી જૂના અવતારમાં એટલે કે સ્કાય ભલું જર્સીમાં જોવા મળશે
ભારતીય ક્રિકેટ ટીમનાં ઓફીશીયલ કીટ પાર્ટનર MPL Sportsએ મંગળવારે ટીમ ઈન્ડિયાની આગામી વિશ્વ કપ માટે નવી જર્સીની જલક બતાવી. કંપનીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો, જેમાંઆ રોહિત શર્મા, હાર્દિક પંડયા અને શ્રેયસ અય્યર નવી જર્સી વિશે અને ફેન્સનાં સપોર્ટ વિસશે વાત કરતાં જોવા મળ્યા. આ વિડીયોથી અંદાજો લગાવી શકાય છે કે ટીમ ઈન્ડિયા એક વાર ફરી પોતાના જૂના અવતારમાં એટલે કે સ્કાય બ્લૂ જર્સીમાં જોવા મળશે.
- Advertisement -
The game is not really the same without you guys cheering us on!
Show your fandom along with @BCCI for the game by sharing your fan moments on https://t.co/jH9ozOU1e9#MPLSports #IndianCricketTeam #ShareYourFanStories #CricketFandom #loveforcricket #cricket pic.twitter.com/VObQ3idfUz
— MPL Sports (@mpl_sport) September 13, 2022
- Advertisement -
હાર્દિકે આપી નવી જર્સીની જાણકારી
MPL એ કેપ્શનમાં પણ કંઇક એવું લખ્યું છે કે જેથી જાણ થાય છે કે ટીમ ઈન્ડિયાએ આ જર્સી ફેન્સનાં સપોર્ટને ડેડીકેટ કરી છે. ત્રણેય ખેલાડી રોહિત શર્મા, હાર્દિક પંડયા અને શ્રેયસ અય્યર આ વિડીયોમાં ફેન્સનાં સપોર્ટની વાત કરતાં જોવા મળે છે. કંપનીએ કેપ્શનમાં લખ્યું છે કે જો તમે ચીયર ન કર્યું હોત તો આજે આ ખેલ આવો ન હોત. પોતાના ફેન્ડમ @BCCI સાથે બતાવો અને ફેન મુમેન્ટ શેર કરો. હાર્દિક આ વિડીયોનાં અંતમાં કહે છે કે લીંક પર ક્લિક કરો અને ટીમ ઇન્ડીયાની ન્યૂ જર્સીનો હિસ્સો બનો.
ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિપક હુડ્ડા, દિનેશ કાર્તિક, રિષભ પંત, હાર્દિક પંડયા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બૂમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ