ત્રીજી ટેસ્ટ મેચ માટે BCCIએ 10 દિવસ માટે હોટલ બુક કરાવી છે જ્યાં ખેલાડીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં ટીમ ઈન્ડિયા કાઠિયાવાડી ભોજનનો આનંદ માણશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ (IND vs ENG) 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આ મેચ માટે મેન ઇન બ્લુ પહેલેથી જ રાજકોટ પહોંચી ગયા છે અને મુલાકાતી ટીમ પણ આ મેચ માટે ટૂંક સમયમાં પોતાની તૈયારીઓ શરૂ કરશે. રોહિત શર્મા અને ટીમ રાજકોટની સયાજી હોટલમાં રોકાયા છે, જ્યાં ખેલાડીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
- Advertisement -
Team India's Special Gujarati And Kathiyawadi Food Menu In Rajkot Revealed.#AFCON2023 #DeadpoolAndWolverine #Halftime #Jinx pic.twitter.com/Wck2yQjCkg
— LC🔥 (@LoloCric) February 12, 2024
- Advertisement -
ત્રીજી ટેસ્ટ મેચ માટે બીસીસીઆઈએ 10 દિવસ માટે હોટલ બુક કરાવી છે અને ભારતીય ખેલાડીઓ આ હોટલમાં 11 થી 20 ફેબ્રુઆરી સુધી રોકાશે. ખેલાડીઓ માટે ખાવા, પીવા અને રહેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે સૌરાષ્ટ્ર હેરિટેજ થીમ ધરાવતો સ્પેશિયલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ખેલાડીઓનું આગમન સમયે ખાસ ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સાથે જ બોર્ડ દ્વારા ખેલાડીઓના ખાણી-પીણી અંગે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી, જે મુજબ તેમના ફૂડ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. ખેલાડીઓને નાસ્તામાં ખાસ કાઠિયાવાડી-જલેબી અને ફાફડા આપવામાં આવે છે તેમજ તેમના લંચમાં ખાસ થાળી પરોસવામાં આવે છે. જેમાં ગુજરાતની પ્રખ્યાત વાનગીઓનો સમાવેશ થાય છે. જો ડિનરની વાત કરીએ તો કાઠિયાવાડી વાનગીઓ જેમ કે ખાખરા, ગરિટા, થેપલા, ખમણ, દહીં ટીકરી ખેલાડીઓને પીરસવામાં આવશે એમ જ રાત્રિભોજનમાં ખીચડી કઢી અને વઘારેલો રોટલો પણ આપવામાં આવશે.
Team India has reached Saurashtra Cricket Association🏟️, Rajkot for practice.@ImRo45 , @imjadeja#CricketTwitter #INDvsENGTestpic.twitter.com/zM3jn2BMeT
— alekhaNikun (@nikun28) February 12, 2024
નોંધનીય છે કે ત્રીજી ટેસ્ટની શરૂઆત પહેલા યજમાન ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા હતા. અનુભવી બેટ્સમેન કેએલ રાહુલને સીરિઝની છેલ્લી ત્રણ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ટીમ મેનેજમેન્ટે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે પ્લેઈંગ ઈલેવનમાં તેને સામેલ કરવાનો નિર્ણય તેની ફિટનેસના આધારે લેવામાં આવશે. અહેવાલો અનુસાર, તે સંપૂર્ણ રીતે ફિટ નથી અને ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને યુવા બેટ્સમેન દેવદત્ત પડિકલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.