કુખ્યાત દિનેશે પોતાનાં જવાબમાં શિક્ષણ સમિકુખ્યાત દિનેશે પોતાનાં જવાબમાં શિક્ષણ સમિતિને ગેરમાર્ગે દોરીતિને ગેરમાર્ગે દોરી
દિનેશનાં ગેરકાયદે શિક્ષક મંડળની માન્યતા પણ ટૂંક સમયમાં રદ્દ થશે
- Advertisement -
ઘઙજ અને મંડળના નામે સદાદિયાએ શિક્ષકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા!
શિક્ષણ સમિતિના શિક્ષકોનું કહેવું છે કે, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા દ્વારા ઓલ્ડ પેંશન સ્ક્રીમ અને મંડળના નામે છેલ્લા પાંચ વર્ષથી શિક્ષક દીઠ 500થી 1000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને બદલામાં કોઈ પહોંચ કે રસીદ પણ આપવામાં આવતી નથી. આટલું જ નહીં શિક્ષક સંઘના પ્રમુખ તરીકે દિનેશ સદાદિયા દ્વારા સરકારી શાળામાં પોતાનું વર્ચસ્વ જમાવવા શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. શિક્ષણ સમિતિ અને સરકાર વિરોધી અસંખ્ય પ્રવૃતિઓ કરતા દિનેશ અને તેના મંડળ વિરુદ્ધ હવે કડક કાર્યવાહીની આશા સેવાઈ રહી છે.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાને મહિલા કર્મચારીની પજવણી કરવા ઉપરાંત ફરજમાં બેદરકારી સહિતના ડઝનેક કારણસોર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેને સસ્પેન્ડ કર્યા બાદ તેમના વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. આ કેસમાં દિનેશ સદાદિયાએ પોતાનો જવાબ રજૂ કર્યો છે જેમાં પણ તેણે નર્યું જુઠ્ઠાણું જ છે. હવે અધિકારી-પદાધિકારીઓ આ અંગે શું કાર્યવાહી કરશે એ જોવું રહ્યું.
- Advertisement -
હાલ મળતી માહિતી મુજબ દિનેશ સદાદિયાને સસ્પેન્ડ કર્યા બાદ તેના દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબમાં તેઓ લખે છે કે, તેમની તરફેણમાં શિક્ષકો સ્વયંભૂ રજૂઆત કરવા આવેલા હતા. જોકે દિનેશ સદાદિયાની આ વાત તદ્દન ખોટી છે. કારણ કે, શિક્ષકોને રજૂઆત કરવા માટે ફરજીયાત શિક્ષણ સમિતિ કાર્યાલય પર વોટ્સએપ મેસેજ કરી બોલાવવામાં આવ્યા હતા. કોઈપણ શિક્ષકના મોબાઈલમાં મંડળના વોટ્સએપ ગ્રુપની 3 ઓગસ્ટ 2025ની ચેટમાં જોઈ શકાય છે કે, શિક્ષકો સ્વયંભૂ રજૂઆત કરવા નોતા આવ્યા નહતા, તેમને રજૂઆત કરવા આવવા માટે કહેવામાં આવ્યું હતું. અલબત્ત આવેદનપત્ર આપતા અગાઉ દિનેશ સદાદિયા દ્વારા પોતાના સમર્થનમાં રવિવારે રજાના દિવસે કોઈ મંજૂરી મેળવ્યા વિના શાળા નં. 20 બીમાં શિક્ષકોની એક મિટિંગ પણ બોલાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દિનેશ સદાદિયા દ્વારા શિક્ષણ સમિતિએ આવેદન પત્ર આપવા બોલાવવામાં આવ્યા બાદ હવે શિક્ષકોને ફરજીયાત તેમના માટે હકારાત્મક અભિપ્રાય આપવા દબાણ કરવામાં આવતું હોવાનું શિક્ષણ સમિતિના શિક્ષકો કહી રહ્યા છે. આ દરમિયાન દિનેશ સદાદિયા જેના બની બેઠેલ પ્રમુખ છે એવા રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળને શાળાઓમાં કામ કરતા શિક્ષકો અને શિક્ષણના હિતાર્થે કાર્ય કરવા અંગે શરતોને આધીન રહી માન્યતા આપવામાં આવેલ હતી. જેમાં વિગતો જોતા શરતોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવતું નથી તેમજ મંડળના પ્રમુખની વ્યક્તિગત બાબતને લઈ મંડળ દ્રારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની શાખને નુકશાન પહોચાડેલ છે. તેથી ટૂંકસમયમાં રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્રારા આપવામાં આવેલી માન્યતા રદ્દ કરવામાં આવશે એવી જાણકારી મળી રહી છે.