લેકચર પૂરૂં કરી ઓફિસ પાસે ઊભા હતા ત્યારે આવ્યો હુમલો
એક પુત્રએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં ઘેરો શોક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ ઍક યુવકનું હૃદય થંભી જતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે રાજકોટમાં પટેલ કન્યા છાત્રાલયના શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે
- Advertisement -
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં ભીમનગર ચોક લાલા લજપતરાય આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં કમલેશભાઈ નરેશભાઈ જોશી ઉ.40 નામનાં શિક્ષક ગઈ કાલે ગોંડલ રોડ પર આવેલ પટેલ ક્ધયા કેળવણી મંડળમાં હતાં ત્યારે બપોરના ચાર વાગ્યાની આસપાસ અચાનક બેભાન થઈ ઢળી પડતાં તાકિદે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવારમાં મોત નિપજ્યું હતું મૃતક કમલેશભાઈ પટેલ ક્ધયા કેળવણી મંડળમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ગત બપોરે લેકચર પૂર્ણ કરી ઓફીસ પાસે ઉભા હતા ત્યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતાં સારવારમાં દમ તોડી દિધો હતો મૃતક બે ભાઈમાં મોટાં હતાં તેમજ સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે માલવિયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.