– કરદાતા પર દરોડા દરમ્યાન અન્યોના કનેકશન ખુલે તો ઈન્કમટેકસને તપાસ લંબાવવાનો અધિકાર
આવકવેરા દરોડા દરમ્યાન કરદાતાના સગાસંબંધી તથા મિત્રો પર કાર્યવાહી યોગ્ય જ હોવાનો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો છે. આ માટેની આવકવેરા કાયદાની જોગવાઈઓ-સુધારા યોગ્ય જ છે. આવકવેરા કાયદા 1961 સાથે નાણાં કાયદા 2015ની કલમ 153 સી ની જોગવાઈ જોડવામાં આવી હતી.
- Advertisement -
આ જોગવાઈ 1 જુન 2016થી લાગુ પડવાની હતી અને પાછલી તારીખથી જ અમલી રહે છે. આવકવેરા કાયદાની કલમ 153 સી માં એવી જોગવાઈ છે કે આવકવેરા-મહેસુલ વિભાગને આરોપી વ્યક્તિ- કરદાતા પરની દરોડા કાર્યવાહી દરમ્યાન અન્ય સગાસંબંધી કે મિત્રોના કનેકશન દર્શાવતા દસ્તાવેજો હાથ લાગે.
તો ત્યાં પણ દરોડા કાર્યવાહી કરી શકે છે. આ કલમમાં ‘સંબંધ તથા સંબંધ રાખતા’ શબ્દ પ્રયોગ છે તેનો સીધો એવો અર્થ થાય છે કે દરોડા દરમ્યાન હાથ લાગતા હિસાબી દસ્તાવેજો કે ડાબેરીઓમાં કરદાતા કે આરોપીના સગાસંબંધી-મિત્રો કે અન્ય લોકો સાથેના સંબંધોનો ખુલાસો થવાના સંજોગોમાં ત્યાં પણ દરોડા-તલાશી લઈ શકાય છે.