શું મનપા આ કચેરીઓ સામે ઢોલ વગાડી બાકી વેરો વસૂલશે.?
સામાન્ય પ્રજા પાસે વસુલાતમાં કડકાઈ અને સરકારી કચેરીઓના ઘૂંટણિયે
- Advertisement -
મહાનગરપાલિકાએ નોટિસ આપી પણ વેરો ભરપાઈ નથી થતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ટેક્સ પેટાના બાકી રહેલ વેરા વસુલાત માટે શહેરમાં ઘણા સમયથી વેરા વસુલાત માટે ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. અને શહેરના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી બાકી વેરો નહિ ભરનાર આસામીઓ સામને કડક હાથે કામગીરી કરીને કડકાઈ વાપરવામાં આવે છે. જયારે જૂનાગઢ શહેરમાં આવેલ સરકારી મિલકત પાસે રૂપિયા 9.63 કરોડથી વધુની રકમ બાકી છે.ત્યારે શું આ સરકારી મિલકતના બાકી રહેલ કરોડો રૂપિયાની વેરા વસુલાત માટે ઢોલ વગાડશે કે પછી ઘૂટણીંયે પડી જશે જૂનાગઢ મનપા માત્ર હાલ તો બાકી વેરા પેટે માત્ર નોટીશ આપીને સંતોષ માની લે છે. પણ આમ પ્રજા પાસે જે રીતે ઢોલ વગાડીને વસુલાત કરવામાં આવે છે તેજ રીતે
સરકારી મિલકતોના બાકી રહેલ વેરા વસુલાત માટે ઢોલ વગાડે તેવી ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે.
જૂનાગ મહાનગરપાલિકા હેઠળની અનેક સરકારી મિલકતોના બાકી વેરાને લઈને વિગત બહાર આવી છે..જેમાં માર્ગ અને મકાન વિભાગ અંતર્ગતની મિલકતનો રૂ. 3 કરોડ 97 લાખ 33 હજાર 635નો વેરો બાકી હોવાનું બહાર આવેલ છે. જ્યારે સરકારી હોસ્પિટલનો 13 લાખ 68 હજાર 837 રૂપિયાનો વેરો બાકી હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત અંતર્ગતની કુલ 21 મિલકતના રૂ. 12 લાખ 87 હજાર 41 વેરો બાકી રહેલ છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી કચેરી હેઠળની 14 મિલકતના 69 લાખ 88 હજાર 630 બાકી હોવાનું જાણવા મળેલ છે. તદ ઉપરાંત કૃષિ યુનિવર્સીટીના 2 કરોડ 43 લાખ 95 હજાર 153 રૂપિયા તેમજ મેડિકલ કોલેજના રૂ. 1 કરોડ 52 લાખ 19 હજાર 962નો વેરો બાકી હોવાનું મનપા દ્વારા જણાવાયું હતું.
- Advertisement -
એકંદરે જૂનાગઢ શહેરની કુલ કુલ 13 સરકારી કચેરીનો કુલ રૂપિયા 9 કરોડ 63 લાખ 36 હજાર 77નો વેરો બાકી હોવાનું મનપા દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવેલ છે આ બાબતે મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવેલ કે ગત વર્ષના આ બાકી રહેલ વેરાને લઈને પ્રથમ નોટિસ અપાઈ છે. છતા પણ વેરો ભરપાઈ નથી કરાયો અને ત્યારે બાદ ફરી આખરી નોટિસ અપાઈ છે. પરંતુ સામાન્ય પ્રજા પાસે વેરા વસુલાત માટે કડકાઈથી કામગીરી કરીને મિલકતને ટાંચમાં લેવાની સાથે સીલ મારવાની કામગીરી કરવામાં આવે છે. જયારે સરકારી કચેરી સામે વેરા વસુલાત માટે ઘૂંટણિયે પડી ગઈ હોઈ તેમ જોવા મળે છે. ત્યારે મહાનગર પાલિકા શું આગામી દિવસોમાં કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે તેવા પ્રશ્ર્નો ઉભા થયા છે.



