ખાસ-ખબર સંવાદદાતા
વર્ષનો અંતિમ મહિનો આવી જતા રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા તબાડતોડ મેદાને પડી છે શાખા દ્વારા રોજ પ્રોપર્ટી ધારકોને રોજ મિલકત જપ્તીની નોટિસ ફટકારવામાં આવે છે. વેરા વસુલાત કરવા અલગ અલગ વિસ્તારોમાં મિલકતધારકોને વેરા ભરવા નોટિસ આપવામાં આવે છે. જે વેરા ભરવામાં અસમર્થ સાબિત થાય છે ત્યારે એ મિલકતધારકો ની પ્રોપર્ટી સીલ કરવાની કામગીરી કરવામાં આવે છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા ટેક્સ વસુલાત માટે રિકવરી સેલ કાર્યરત થયું છે. જે અંતર્ગત શાખાએ કુલ 12 મિલકતોને સીલ મારી 43 મિલકતોને જપ્તીની નોટિસ તથા 57.84 લાખની રિકવરી કરેલી છે.
વેરા-વસૂલાતની ઝૂંબેશ યથાવત્: 12 મિલકત સીલ, 57.84 લાખની રિકવરી
