બજેટમાં જોગવાઈ: 1લી ઓકટોબરથી લાગુ થશે: વિદેશી સંપતિની માહિતી ન આપવા બદલ પેનલ્ટીમાં રાહત
ભારતની નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને અનેક કિસ્સામાં કરવેરાની બાકિ રકમ ચુકવ્યા વિના જ લોકો નિકળી જતા હોવાનું બહાર આવ્યાને પગલે કેન્દ્ર સરકારે હવે વિદેશ સ્થાયી થવા જતા લોકો માટે ‘ટેકસ કલીયરન્સ સર્ટીફીકેટ’ ફરજીયાત કર્યું છે.
- Advertisement -
કેન્દ્ર સરકારના બજેટમાં વિદેશ સ્થાયી થવા જતા લોકો માટે આ આકરી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. 1લી ઓકટોબરથી તે લાગુ થશે જે અંતર્ગત ભારત છોડતા લોકો એ ટેકસ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવવુ પડશે. કાળાનાણાં કાયદા હેઠળ તેઓની કોઈ જવાબદારી બાકી ન હોવાનું આ પ્રમાણપત્ર લેવુ પડશે.
આ નિયમ હેઠળ આવકવેરા કાયદા ઉપરાંત મિલ્કતવેરા, ગીફટ ટેકસ તથા એકસપેન્ડીચર (ખર્ચ) ટેકસ કાયદાની જોગવાઈઓ પણ લાગુ થશે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સરકાર વિગતવાર નિયમો જારી કરે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે.
આ સિવાય પણ મહત્વનો એક ફેરફાર એવો પણ છે કે કાળા નાણાં કાયદાની કલમ 42 અને 43 હેઠળ વિદેશી સંપતિની માહિતી જાહેર ન કરવાના સંજોગોમાં 10 લાખની પેનલ્ટી નાબુદ કરવાની દરખાસ્ત છે. જો કે, આ સંપતિની કિંમત 10 લાખથી ઓછી હોવી જોઈએ. આ જોગવાઈ પણ 1લી ઓકટોબરથી લાગુ થશે.
- Advertisement -
આ જોગવાઈનો એવો અર્થ થાય છે કે, ભારતીય રહેવાસીઓ રિટર્ન ફાઈલ કરતી વખતે વિદેશી સંપતિ અથવા તેના પરથી મેળવેલી આવક દર્શાવવાનું ફરજીયાત છે.
વિદેશી આવક ન દર્શાવે તો 10 લાખની પેનલ્ટીની જોગવાઈ હતી અને તેમાં ગમે તેટલી કિંમતને આવરી લેવામાં આવતી હતી. હવે 20 લાખથી ઓછી કિંમતની વિદેશી સંપતિ હોય તો પેનલ્ટી નાબૂદ થશે.