પાલિકા દ્વારા બિલ ન ભરાતા સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નખાતા ચાર દિવસથી શહેરમાં અંધકાર
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી શહેરમાં નગરપાલિકા દ્વારા વીજ બિલ ભરવામાં ન આવતા સ્ટ્રીટ લાઈટનું વીજ કનેક્શન કાપી નખાતા છેલ્લા ચાર દિવસથી શહેરમાં અંધકાર છવાયો છે તો બીજી તરફ હવે વંથલી નગરપાલિકા દ્વારા પીજીવીસીએલ વંથલી કચેરીનું ગેર કાયદેસર પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે તેમજ આ ઙૠટઈક કચેરીના બાંધકામ માટે નગરપાલિકાની મંજુરી ન હોય અને કચેરીનું બાંધકામ ગેરકાયદેસર હોય તે સબબ નગરપાલિકા દ્વારા ઙૠટઈકને નોટિસ ફટકારી આગામી સમયમાં બાંધકામ અંગે આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું છે નહિ તો આવનાર દિવસોમાં નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવો પણ નોટીસમાં ગંભીરતાપૂર્વક ઉલ્લેખ કરાયો છે.