ખાસ-ખબર સંવાદદાતા
ચોટીલામાં બે વિસ્તારમાં બે દિવસમાં સાત જેટલા રહેણાંક મકાનોમાં ચોરીના બનાવ બનતા લોકોમાં તસ્કરોનો રંઝાડનો ફફડાટ ફેલાયો છે. બે દિવસ પૂર્વે મફતિયા પરા વિસ્તારમાં છ જેટલા બંધ રહેણાંક મકાનમાં તસ્કરો એ ત્રાટકી સોના ચાંદીનાં દાગીના તેમજ રોકડ રૂપિયા મળી લાખોની મત્તા ની ચોરી કરી ગયેલ છે ભોગ તસ્કરોના તરખાટ નો ભોગ બનનાર લોકો એ પોલીસમાં જાણ કરેલ છે.
જેમા 10 તોલા જેટલા સોનાના, એક કિલો જેટલા ચાંદીનાં દાગીના તેમજ સવા બે લાખ જેટલી રોકડ મત્તાની ચોર ટોળકી ચોરી કરી ગયેલ હોવાનું જાણવા મળે છે. બીજા દિવસે હરીધામ સોસાયટીમાં બે મકાનોમાં પણ તાળા તોડી તસ્કરો એ હાથફેરો કરેલ છે જેમા સોનાની વીટી, ચાંદીનાં ઝાઝરા તેમજ રોકડા રૂપિયા દશ હજાર ની મત્તા ઉઠાવી ગયા છે.
- Advertisement -
તસ્કર ટોળીનો ભોગ બનેલ મકાન માલિકો બહાર ગામ ગયેલ હોવાથી મકાન બંધ હતા જેની પુરી રેકી કરી પછી ચોરો એ નિશાન બનાવ્યાં હોય તેવું અનુમાન છે. તસ્કરીના બનાવ બનતા લોકો અને સોસાયટી વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે સ્થાનિક રહીશો એ ચોરી અંગે ગુનો નોંધવા તેમજ નાઇટ પેટ્રોલીંગ મજબૂત કરવા માટે પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. તેમજ રાત્રી ડ્યુટીમા રહેલા હોમગાર્ડ અંગે પણ પ્રશ્નાર્થ ઉઠેલ છે. બંન્ને વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરા ના રેકોર્ડિંગ મા એવું ફલિત થાય છે કે એક બાઇક ઉપર તસ્કર ટોળી આવેલ છે અને ત્રણ યુવાન વયના તસ્કરો હોવાનું કહેવાય છે ત્યારે ચોટીલા પોલીસ માટે ચોર ટોળકી પડકાર બનેલ છે. હાલ ચોટીલા પોલીસે માત્ર અરજી લઇ તપાસ હાથ ધરેલ છે.