લોકપ્રિય ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસીત મોદીની મુશ્કેલી વધી શકે છે. આ ધારાવાહિકના અનેક કલાકારો દ્વારા અસીત મોદીના વર્તન અંગે વારંવાર જાહેરમાં જણાવવામાં આવ્યું હતું પરંતુ શોમાં રોશનસિંહ સોઢીના પત્નીની ભૂમિકા ભજવનાર રોશન ભાભી એટલે કે જેનીફર મિસ્ત્રીએ અસીત મોદી સામે ગત 11 મે ના રોજ જે જાતીય સતામણીના ગંભીર આરોપો મુકયા હતા તે બદલ મુંબઈ પોલીસે અસીત મોદી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ કરી છે અને બહુ જલ્દી તેમની ધરપકડ પણ થઈ શકે છે.
જેનીફર મિસ્ત્રીએ લાંબા સમય પહેલા અસીત મોદી તેની સાથે ગેરવર્તન કરી રહ્યા હોવાનું અને સિંગાપુરના શુટીંગ સમયે તેના રૂમમાં આવવા પણ અવારનવાર જણાવ્યું હતું અને તેઓ મારા બોડીની પણ પ્રશંસા કરતા હતા અને મને અનેકવખત રોમાંટીક મેસેજ પણ મોકલતા હતા અને મે તેમને ઈગ્નોર કરતા અંતે તેઓ મને વધુ હેરાન કરી રહ્યા હતા.
- Advertisement -
આ અંગે ગત તા.11 મે ના રોજ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેથી તેમાં હવે પોલીસે એકશન શરુ કર્યા છે અને અસીત મોદી ઉપરાંત ધારાવાહિકના એકઝીકયુટીવ પ્રોડયુસર જતીન બજાજ અને ઓપરેશન હેડ સોહીલ રામાણી સામે આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ ફરિયાદ નોંધાઈ છે.