આપણા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં બારમાસી નદીઓ ન વહેતી હોવાથી પાણીની સમસ્યા પ્રવર્તતી હોય છે ત્યારે રાજ્ય સરકારે સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના) યોજના અમલમાં મૂકી 450 કિ.મી. દૂર એવા સૌરાષ્ટ્ર-કચ્છના 115 ડેમોમાં સમયાંતરે અછતની સ્થિતિમાં પાણી પહોંચાડ્યું છે.
સરકારી સ્તરે વિશાળ જનસમુદાય ધરાવતા દેશમાં લોકોને પીવાનું પાણી મળે તે માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. દરેક ઘરોને પાઈપલાઈન દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો ઉમદા હેતુ છે.
- Advertisement -
જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા ગ્રામીણ પેયજળ પુરવઠા યોજના અંતર્ગત ‘નલ સે જલ’ કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લાના 599 ગામોનો સમાવેશ કરાયો છે. આ ગામોને સો ટકા નળ કનેકશન આપવા માટે કરોડોની રકમ મંજૂર કરાઈ છે, જેમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 37037 ઘરોને નળ કનેકશન અપાયા છે અને અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ 599 ગામોમાં 310911 ઘરોમાં નળ કનેકશન અપાયા છે તેમ ‘વાસ્મો’ના સભ્ય સચિવ અને કાર્યપાલક ઈજનેર ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.