ભૂવા નવલસિંહ ચાવડા પર અનેક લોકોની હત્યા કરી હોવાની શંકા હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ચાર ગણા રૂપિયા આપવાની લાલચ આપી હત્યા કરતો હોવાના આરોપ સાથે સુરેન્દ્રનગરનાં નવલસિંહ ભૂવાનું પોલીસ કસ્ટડી મોત થયું હોવાનું સામે આવતા ચકચાર મચી ગયો છે.
જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ, વાંકાનેર, રાજકોટ સહિતના વિસ્તારોમાં ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી તાંત્રિક વિધિના બહાને હત્યા કરી રૂપિયા લઈ રફુચક્કર થતો મૂળ સુરેન્દ્રનગરના નવલસિંહ ચાવડા અંતે મોતને ભેટ્યો છે જેમાં નવલસિંહ ચાવડા દ્વારા અમદાવાદના એક ઉદ્યોગપતિને ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી ઉદ્યોગપતિને ઝેરી પ્રવાહી પીવડાવી હત્યાનો પ્રયાસ હાથ ધર્યો હોવાનો આરોપ હોવાથી અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા ગત બે દિવસ પૂર્વે જ નવલસિહ ચાવડાની ધરપકડ કરાઈ હતી જે બાદ પૂછપરછમાં ભૂવાએ 12 હત્યા કરી હોવાનું પણ કબૂલ્યું હતું આ સાથે હત્યાની મોડસ ઓપરેન્ડી બાબતે પણ ખુલાસો થયો હતો જેમાં તાંત્રિક વિધિના બહાને પ્રવાહીમાં સોડિયમ નાઈટ્રેટ નાખી ભોગ બનનારને પીવડાવી બાદમાં થોડા કલાકો બાદ પરત આવવાનું કહેતા જ અંતે કેમિકલની અસર થતાં ભોગ બનનાર મૃત્યુ પામતા હતા આ તરફ તાંત્રિક નવલસિંહ ચાવડા તમામ રૂપિયા લઈ નાશી જતો હતો જે અંગે અમદાવાદ પોલીસના કસ્ટડીમાં રવિવારે અચાનક ભુવાની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા ભુવા નવલસિંહ ચાવડાનું મોત થયું હોવાનું તબીબોએ જાહેર કરતા ચકચાર મચી ગયો હતો.