જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશની સુચના અને સીટી પ્રાંત-2 મહેક જૈનના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકાના વિજયનગર ગામમાં સરકારી ખરાબાની જમીન પર છેલ્લા કેટલાય સમયથી થયેલું આશરે પાંચ એકર જેટલું વિશાળ અને ગેરકાયદે કોમર્શિયલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જે જમીનની બજાર કિંમત રૂ. 10 કરોડથી પણ વધુ થવા જાય છે. સરકારી ખરાબાના સર્વે નંબર 116 પૈકીની આ જમીન રાજકોટ-મોરબી હાઈવે પર ઉપર આવેલી છે.
આ સરકારી જમીન પર રહેલ સોફાનું ગોડાઉન, પાપડ (દીવાલ બનાવવાના) કારખાનું, દુકાનો, ચાની હોટલો, રેસ્ટોરન્ટ, અન્ય તમામ વાણિજ્યિક બાંધકામો ઉભા થઇ ગયા હતા. અનઅધિકૃત દબાણોને દૂર કરાયું હતું. આ ઝુંબેશમાં સિનીયર નાયબ મામલતદાર કિરીટસિંહ ઝાલા તથા ભુમીકા લાવડીયા, નાયબ મામલતદાર, ડી. એમ. વધાસીયા, શૈલેષ જોષી,નકીબેન,સાગર ચાપડા 25 જેટલો પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો



