દેશભરના સાધુના આગમન સાથે ધુણા શરૂ થયા
મેળા દરમિયાન ડ્રાઈવમાં 124 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ
- Advertisement -
SP દ્વારા મેળા સંદર્ભે ખાસ ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ
મેળામાં બિન હિન્દુને પ્રવેશ ન આપવાની માંગ સાથે આવેદન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનારની ગોદમાં આગામી તા.5 માર્ચથી મહા શિવરાત્રી મેળો યોજવાનો છે જે ચાર દિવસ સુધી ચાલશે ત્યારે મેળામાં પ્રતિ વર્ષ 10 લાખથી વધુ ભાવિકો પધારતા હોઈ જેને ધ્યાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ભાવીકોને કોઈ અગવડતા ન પડે તેના માટે કવાયત તેજ કરી છે મનપા અને તંત્ર દ્વારા લાઈટ, પાણી, સૌચાલય રોડ રસ્તા સહીતની પ્રાથમીક સુવિધાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જયારે ભાવિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ભવનાથ તળેટી સહીત જિલ્લા ભરમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાની સૂચના અનુસાર ડીવાયએસપી હિતેશ ધાંધલિયા તેમજ એલસીબી, એસઓજી અને સ્ટાફ દ્વારા શિવરાત્રી મેળા અનુસંધાને ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભવનાથ તળેટી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ સાથે ધર્મશાળા થતા ધાર્મિક સ્થાનો અને મંદિર સુરક્ષા બાબતે 95 જેટલા મંદીરનું તકેદારી માટે ચેકીંગ હાથ ધરાયુ હતું તેની સાથે જૂનાગઢ શહેર અને જિલ્લા ભરમાં ડ્રાઈવ યોજી હતી જેમાં હોટલ રેસ્ટોરન્ટમાં સીસીટીવી, મોબાઈલ દુકાન રજીસ્ટ્રેશન સાથે વાહન ચેકીંગ સહીત ડ્રાઈવમાં 124 ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
- Advertisement -
ડીવાયએસપી હિતેષ ધાંધલીયા તેમજ ટ્રાફીક પીએસઆઇ ઝાલા અને પોલીસ સ્ટાફ દ્વારા શિવરાત્રી મેળા પૂર્વે શહેરમાં અલગ-અલગ સ્થળો પર રીક્ષામાં નામ, નંબર સહિતની વિગતો વાળા સ્ટીકર લગાડવામાં આવ્યા હતા. મહાશિવરાત્રી મેળામાં જે રીક્ષાઓ શહેરમાં તેમજ ભવનાથ તળેટી વિસ્તારમાં પેસેન્જર ભરીને જશે તે બાબતે સુરક્ષાને ઘ્યાને રાખીને રીક્ષાની આરસી બુક નંબર પ્લેટ, ડ્રાઇવીંગ લાઇસન્સ અને વીમો ચેક કર્યા બાદ સ્ટીકર લગાડી મંજૂરી આપવામાં આવશે. તેની સાથે આરટીઓ દ્વારા ભવનાથ સુધીના દર નક્કિ કરવામાં આવ્યા છે. જેમાં રીક્ષાની સમતા મુજબના પેસેન્જરોના મળી કુલ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. કાળવા ચોકથી રૂા.100, દિવાન ચોકથી રૂા.58, રેલવે સ્ટેશનથી રૂા.80 એસટી ડેપોથી રૂા.79, મજેવડી દરવાજાથી રૂા.71, ઉપરકોટથી રૂા.55, નીચાલા દાતારથી રૂા.83, સકકરબાગથી રૂા.88, રામ નિવાસથી રૂા.86, મોતીબાગથી રૂા.97, મધુરમ ટીંબાવાડીથી રૂા.134 ભવનાથ પહોંચવાનો દર નકકી કરવામાં આવ્યો છે.
શિવરાત્રી મેળામાં બિન હિન્દુનો પ્રવેશ નહીં?
જૂનાગઢ ગિરનાર છાંયા મંડળ દ્વારા આગામી મહાશિવરાત્રી મેળા સંદર્ભે સનાતન ધર્મની જાણવળી માટે આગામી તા.3 માર્ચ રવિવારના સાંજે 4 કલાકે દામોદરકુંડ ખાતે એક ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં લઘુકુંભ મહાશિવરાત્રીના મેળામાં વિધર્મીનો સ્ટોલ, બગી કે કોઇ પણ વિધર્મી પ્રવૃતિઓને ચલાવવામાં નહીં આવે જયારે ભવનાથ ક્ષેત્રમાં દરેક સનાતની સમાજના ધાર્મિક સંસ્થાઓ અને સમાજોની જગ્યાઓ આવેલ છે તથા આ ધાર્મિક સંસ્થાઓની જવાબદારી સ્થાનિક સંતોની છે. જયારે આ બાબતે વીએચપી પરીસદના મહામંત્રી જયેશ શેખવાણી જિલ્લા કલેકટરને આજે સાંજે આવેદનપત્ર આપીને મેળાની પવિત્રતા જળવાય રહે તે જરૂરી છે અને મેળા દરમિયાન કોઇ પણ બિન હિન્દુ લોકોના ઘોડા, બગી વાહનો કે, બેંન્ડ પાર્ટીને પ્રવેશની પરવાનગી આપવી નહીં એવી માંગ કરી છે.