મહિનામાં જ અડધાથી વધુ ડામરથી મઢાયેલા માર્ગમાંથી ભ્રષ્ટાચારના કાંકરા ઉડવા લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
ટંકારા નગરપાલિકા અસ્તિત્વમા આવ્યા બાદ વિકાસ કામોની વણજાર ચલાવવા ના બણગા ફુંકી શહેરમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશ માર્ગ ગણાતા નગરનાકા રોડને સિમેન્ટથી મઢીને હિરોઈનના ગાલ જેવા બનાવવાની શેખી મારી પ્રથમ વિકાસ કામ નુ ખાતમુહુર્ત ધારાસભ્ય દ્વારા કરતી વખતે સત્તાપક્ષ ના સ્થાનિક આગેવાનો સાથે ફોટા સેશન ના નાટકો પણ થયા હતા. પરંતુ નગર દરવાજા થી મેઈન બજારને જોડતો રોડ બનાવવાની શરૂઆત ગતિ મા કરી મહિના વિત્યા પછી પણ છેલ્લા ઘણા સમયથી ઠપ્પ થઈ પડયુ છે.
- Advertisement -
અહીંયા સિમેન્ટ રોડ અડધાથી વધુ બન્યા બાદ કોન્ટ્રાકટર કે સત્તાવાળાઓ કોઈ ફરકતુ પણ નથી. અને જેટલુ કામ થયુ છે. એમાંથી સિમેન્ટમાથી છુટા પડી કાંકરી અને કાંકરા રોડમાથી ભોડા કાઢી રહ્યા હોવાથી નગરજનો સિમેન્ટ સાથે ભ્રષ્ટાચાર ની મિલાવટ થયાની કાનફાડ કોલાહલ કરી રહ્યા છે. અહીંયા થી પસાર થનારાઓ રોષ ઠાલવી વિકાસ કામને સારી ભાષામા લોટ પાણી લાકડા જેવા કામ ને બિરદાવી રહ્યા છે. નવા મઢેલા માર્ગ ને વધુ તુટતો બચાવવા મરામત કરવા અને તુટી રહેલી રોડ ની વાહનચાલકો ની કમર તોડતી કટને પાલીસ કરી અધુરૂ કામ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા લોકો બરાડા પાડી માંગણી ઉઠાવી રહ્યા છે. ઉપરાંત, હાઈવે અને નગરનાકા રોડ ના કોર્નર પર આવેલ પોલીસ સ્ટેશન ની દિવાલે રોડ કાંઠે પસાર થનારા ઓને ચકર આવી જાય એવી ભયંકર દુર્ગંધ આવતી બદબુ ફેલાવતા ગંદકી નુ દ્શ્ય નર્કાગાર ની પ્રતિતિ કરાવી રહી છે.
નગર દરવાજા બહાર ખાસ લોકો ના ગેરકાયદેસર ખડકાયેલા દબાણો દુર કરી ઉગેલા જંગલ જેવા ઝાડી ઝાંખરા હટાવવા સમાજ મા શાંત ગણાતા સભ્ય સમાજમાથી પ્રબળ માંગણી ઉઠી છે. જોકે, બુમરાણ પડતી હોવાની બાબતને ખુદ ચિફ ઓફિસર પણ સમર્થન આપ્યુ હોવાનુ રજુઆત કરનારા જણાવીને સસ્તી પ્રસિધ્ધિ માટે દોડતા રાજકીય દેડકાઓને કોષી રહ્યા હતા.