ધ્રાંગધ્રા, મૂળી, દસાડા, લખતર ખાતે ધમધમતા બોગસ તબીબોના ક્લિનિક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
રાજ્યમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો પોતાના ક્લિનિક ચલાવતા હોયનું નજરે પડે છે. ત્યારે હાલમાં જ મોરબી જિલ્લા ખાતે એક બાદ એક આશરે પાંચથી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના બોગસ ડોકટરો પોતાના ક્લિનિક ચલાવી ગામડાની અશિક્ષિત પ્રજાને લૂંટી રહ્યા છે. આ બોગસ તબીબો દર્દીઓને મનફાવે તેવી દવાઓ આપે છે અને જ્યારે દર્દીઓને દવાની કોઈ સાઇડ ઇફેક્ટ થાય ત્યારે આ બોગસ તબીબો દર્દીને મોતના મોઢામાં ધકેલી પોતાના હાથ અધ્ધર કરી નાખે છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, ધ્રાંગધ્રા, પાટડી, દસાડા, વઢવાણ, લખતર સહિતના ગામોમાં આ પ્રકારના બોગસ ડિકેટરોનો રાફડો ફાટયો છે ત્યારે કોઈના ડર વગર જ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબોને જાણે તંત્રે જ પોતાનું ક્લિનિક ચલાવવાની પરમિશન આપી હોય તેવું હાલ નજરે પડી રહ્યું છે.
- Advertisement -
ક્યાં તાલુકામાં બોગસ ડૉકટર?
ધ્રાંગધ્રા તાલુકાના જેસડા, એજાર, કંકાવટી, રાજ સીતાપુર, ભેચડા, કલ્યાણપુર જ્યારે મુળીના સરલા અને પાટડીના બજાણા, માલવણ, પીપળી સહિતના ગામોમાં તબીબોના બોગસ ક્લિનિક છે.