તમિલનાડુ સરકાર બુધવારે (15 ઑક્ટોબર, 2025) રાજ્યમાં હિન્દી લાદવા પર પ્રતિબંધ મૂકવા માટે એક બિલ રજૂ કરવા માટે તૈયાર છે. આ વિધેયક બંધારણના અનુપાલનમાં રાજ્યભરમાં હિન્દી હોર્ડિંગ્સ, મૂવી અને ગીતો પર પ્રતિબંધ મૂકવા માંગે છે. શાળાઓમાં ત્રિ-ભાષા ફોર્મ્યુલાના અમલીકરણને લઈને તમિલનાડુ સરકાર અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલા ભાષા વિવાદને પગલે આ મોટો વિકાસ થયો છે.
દક્ષિણ ભારતના તમિલનાડુમાં ભાષા વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની આગેવાનીવાળી સરકાર વિધાનસભામાં હિન્દી ભાષા સામે બિલ રજૂ કરવા જઈ રહી છે. હાલ, આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ, આ પહેલાં પણ DMK (દ્રવિડ મુન્નેત્પ રઝગમ) કેન્દ્ર સરકાર પર રાજ્યો પર હિન્દી ભાષા થોપવાનો આરોપ લગાવતી રહી છે.
- Advertisement -
‘હિન્દી’ વિરોધી બિલ લાવશે?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તમિલનાડુ સરકાર રાજ્યમાં હિન્દી ભાષા લાગુ કરવાની સામે બિલ રજૂ કરી શકે છે. આ સંબંધે કાયદાના જાણકારોની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બિલમાં તમિલનાડુમાં હિન્દી ભાષામાં હોર્ડિંગ, બોર્ડ, ફિલ્મ અને ગીતો પર રોક લગાવવાની વાત કહેવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ બિલ બંધારણના નિયમ હેઠળ લાવવામાં આવશે.
ડીએમકેની પ્રતિક્રિયા
- Advertisement -
અહેવાલો અનુસાર, ડીએમકેના વરિષ્ઠ નેતા ટીકેએસ એલનગોવને કહ્યું કે, ‘અમે બંધારણની વિરુદ્ધમાં કંઈ કરવા નથી ઇચ્છતા. અમે બંધારણનું પાલન કરીએ છીએ પરંતુ, હિન્દી થોપવાના વિરોધમાં છીએ.’
ભાજપનો વિરોધ
વળી, ભાજપ નેતા વિનોજ સેલ્વમે આ નિર્ણયને ખોટો જણાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાષાનો રાજકીય હથિયારના રૂપે ઉપયોગ ન કરી શકાય. તિરૂપરણકુંદરમ, કરૂર તપાસ અને આર્મસ્ટ્રોન્ગ મુદ્દા પર કોર્ટમાં ઝટકો લાગ્યા બાદ ડીએમકે વિવાદિત ફોક્સકૉન રોકાણ મુદ્દે લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
નોંધનીય છે કે, માર્ચમાં પણ એમ.કે સ્ટાલિન સરકારે રાજ્યના બજેટના રૂપિયાના ચિહ્નને બદલવાનો નિર્ણય લીધો હતો. જોકે, સરકારના આ નિર્ણય પર જોરદાર વિવાદ થયો હતો. ત્યારે ડીએમકેએ કહ્યું હતું કે, આ તમિળ ભાષાના પ્રચાર માટે કરવામાં આવ્યું છે.