સાંસદો બજેટને લઈને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે: સ્ટાલિને કહ્યું, ‘તામિલનાડુના અધિકારોને જાળવી રાખવા માટે અમે લોકોની કોર્ટમાં લડાઈ ચાલું રાખીશું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
- Advertisement -
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કેન્દ્રીય બજેટ 2024માં તમિલનાડુની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ મંગળવારે કહ્યું કે કેન્દ્રીય બજેટમાં રાજ્યની સંપૂર્ણ ઉપેક્ષા કરવામાં આવી છે અને તે તેની નિંદા કરે છે.
એક મોટી જાહેરાત કરતા, તેમણે કહ્યું કે તેઓ 27 જુલાઈએ દિલ્હીમાં વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે. બજેટને અત્યંત નિરાશાજનક ગણાવતા સ્ટાલિને કહ્યું કે કેન્દ્ર સરકારે તમિલનાડુની સંપૂર્ણ અવગણના કરી હોવાથી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવો યોગ્ય છે.
તામિલનાડુમાં શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (ઉખઊં)ના સાંસદો 24 જુલાઈએ કેન્દ્રીય બજેટને લઈને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે. સ્ટાલિને કહ્યું, ’તામિલનાડુના અધિકારોને જાળવી રાખવા માટે અમે લોકોની કોર્ટમાં લડાઈ ચાલુ રાખીશું.’ બિહાર અને આંધ્રપ્રદેશ તરફ ઈશારો કરતા સ્ટાલિને કહ્યું કે બજેટમાં કેટલાક રાજ્યો માટે એવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે કે જેઓ ’લઘુમતી ભાજપ’ને ’બહુમતી ભાજપ’માં રૂપાંતરિત કરનારા પ્રાદેશિક પક્ષોને સંતુષ્ટ કરે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે આવી યોજનાઓ જાહેર કરી હોવા છતાં તેનો અમલ થશે કે કેમ તેની શંકા છે. સ્ટાલિને કહ્યું કે કેન્દ્ર સરકારે તમિલનાડુ માટે ’મેટ્રો રેલ યોજના’ની જાહેરાત કરી હતી, પરંતુ તેના માટે કોઈ ભંડોળ ફાળવવામાં આવ્યું ન હતું (ચેન્નઈ મેટ્રો રેલ ફેઝ-2) અને રાજ્ય સાથે છેતરપિંડી થઈ રહી છે.
તેમણે કહ્યું કે તે જ રીતે બિહાર અને આંધ્રપ્રદેશનું પણ તમિલનાડુ જેવું જ ભાગ્ય નહીં મળે તેની કોઈ ગેરંટી નથી. સ્ટાલિને કહ્યું, ’નાણામંત્રી નિર્મલા સીતારમણ આ સરકારને સમર્થન કરનારા પક્ષો દ્વારા શાસિત રાજ્યો સિવાય બધાને ભૂલી ગયા છે. રાજ્ય માટે કોઈ ખાસ યોજના નથી. અમારી એક પણ માંગણી પુરી કરવામાં આવી નથી.
- Advertisement -
તાજેતરની લોકસભા ચૂંટણીમાં ડીએમકે અને તેના સાથી પક્ષોની જંગી જીતને કારણે શું તેમને લાગે છે કે કેન્દ્રએ રાજ્યની અવગણના કરી હોવાનું પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “તેઓ તમિલનાડુના લોકોથી ખૂબ નારાજ છે.” સ્ટાલિને કહ્યું કે તમિલનાડુ અને તિરુક્કુરલ, જેને વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ પ્રેમ કરે છે, તેનો બજેટમાં ઉલ્લેખ પણ નથી.