તમિલ કોમેડી અભિનેતા રોબો શંકરનું ગુરુવારે 46 વર્ષની વયે અવસાન થયું. તેમના પરિવારમાં પત્ની, પુત્રી, જમાઈ અને પૌત્ર છે. અભિનેતા 16 સપ્ટેમ્બરના રોજ સેટ પર પડી ગયો હતો અને તેને ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તમિલ સિનેમાના પ્રખ્યાત કોમેડી એક્ટર રોબો શંકરનું 46 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. તેમણે ચેન્નાઈની GEM હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ફિલ્મના સેટ પર બેભાન થઈ ગયા બાદ તેમને ચેન્નાઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
કમલ હાસને શોક વ્યક્ત કર્યો
અભિનેતા કમલ હાસને તમિલમાં રોબો શંકરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, રોબો શંકર. રોબો માત્ર એક નિક નામ છે. મારી ડિક્શનરીમાં તું એક માણસ છો. તું મારો નાના ભાઈ છે. શું તું મને છોડીને જતો રહીશ? તારું કામ પૂરું થયું, તું જતો રહ્યો. મારું કામ અધૂરું છે. તું આવતી કાલ અમારા માટે છોડી ગયો. તેથી, આવતીકાલ આપણી છે.
ક્યારે થશે અંતિમ સંસ્કાર
- Advertisement -
રોબો શંકરના પાર્થિવ શરીરને તેમના ચેન્નાઈ સ્થિત ઘરે લઈ જવામાં આવશે અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સાથીઓ, જૂના કો-સ્ટાર અને ચાહકો પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ વિદાય આપવા માટે હાજરી આપશે. અભિનેતાના પરિવારમાં તેમની પત્ની પ્રિયંકા રોબો શંકર, પુત્રી ઈન્દ્રજા શંકર અને પરિવાર છે.
એક્ટરને તાજેતરમાં જ કમળો થયો હતો અને રિકવરી દરમિયાન તેનું વજન ઘટી ગયું હતું. તેની રિકવરી દરમિયાન તેના નબળા દેખાવે ચાહકોમાં ચિંતા ફેલાવી હતી. જોકે, તે કામ પર પાછો ફર્યો અને સન ટીવી પર એક કૂકિંગ રિયાલિટી શોમાં પણ દેખાયો હતો.
રોબો શંકરનું કરિયર
તમને જણાવી દઈએ કે, રોબો શંકર ટેલિવિઝન અને ફિલ્મ જગતમાં એક લોકપ્રિય ચહેરો હતો. ગામડાઓમાં અને ટેલિવિઝન શોમાં રોબોટે પોતાની કરતૂત દેખાડ્યા પછી તેમને રોબો નામ મળ્યું હતું. શંકર 1997થી ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા. તેમણે સુપરસ્ટાર રજનીકાંતની ‘પડયપ્પા’ સહિત તમિલ ફિલ્મોમાં ઘણી ભૂમિકાઓ ભજવી હતી. વિજય સેતુપતિની ‘ઈધારકુઠાને આસાઈપટ્ટાઈ બાલકુમારા’માં પોતાની એક્ટિંગથી ફેમસ થયો હતો.
આ ઉપરાંત તેમણે ‘વાયૈ મૂડી પેસાવુમ’, ‘મારી’, ‘SI3’, ‘વેલૈનૂ વંધુટ્ટા વેલ્લાકરણ’, ‘કદાવુલ ઈરુકાન કુમારુ’, ‘પા પાંડી’, ‘વેલાઈક્કરન’, ‘વિશ્વાસમ’, ‘કોબરા’, ‘ઈરુમ્બુ થિરાઈ’ અને ‘સિંગાપોર સલૂન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હવે 46 વર્ષની વયે રોબો શંકરના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોને આઘાત લાગ્યો છે.