પાણી વિવાદને લઈને અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે ઈરાન પર ગોળીબાર કરવાની શરૂઆત કરવાના આરોપ લગાવ્યા છે. તાકોરે કહ્યું કે ગોળીબારમાં 2 લોકોના મોત થયા છે.
ઈરાન અને અફગાનિસ્તાનની વચ્ચે હેલમંદ નદીના પાણી પર અધિકારને લઈને વિવાદ વધી રહ્યો છે. શનિવારે તાલિબાન અને ઈરાનના સુરક્ષા બળોની વચ્ચે ગોળીબાળ બાદ તણાવ વધી ગયો હતો. ઈરાની સરકારી સમાચાર એજન્સીએ દેશના ઉપ પોલીસ પ્રમુખ જનરલ કાસિમ રેઝાઈના હવાલેથી આ જાણકારી આપી.
- Advertisement -
તેમણે કહ્યું કે તાલિબાને ઈરાનને સિસ્તાન અને બલુચિસ્તાન અને અફઘાનિસ્તાનના નિમરોઝની બોર્ડર પર શનિવાર સવારે ગોળીબાર શરૂ કર્યો. સમાચાર એજન્સી અનુસાર ગોળીબારમાં ઘણા લોકોને ઈજા પહોંચી છે અને સંપત્તિને પણ ગંભીર નુકસાન થયું છે.
1000 કિમીથી પણ દૂર સુધી ફેલાયેલું છે હેલમંદ નદીનું પાણી
હકીકતે હેલમંદ નદીનું પાણી 1000 કિમીથી વધારે દૂર સુધી ફેલાયેલું છે. પાણીનો પ્રવાહ અફઘાનિસ્તાનથી ઈરાનના શુષ્ક પૂર્વી ક્ષેત્રની તરફ છે. તેહરાન માટે આ ચિંતાનો વિષય એટલે બનેલો છે કારણ કે કાબૂલે પ્રવાહને રોકવાનો પ્રયત્ન કર્યો છે.
કાબુલ તેના પાણીનો ઉપયોગ વિજળી બનાવવા માટે કરે છે અને ખેતીની જમીનની સિંચાઈ માટે કરી રહ્યું છે. ઈરાન હવામાન વિજ્ઞાન સંગઠન અનુસાર 2021 દેશના લગભગ 97 ટકા ભાગ વિસ્તાર દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. તેને લઈને ખેડૂતોનું જોરદાર પ્રદર્શન પણ થયું.
- Advertisement -
ગોળીબારને લઈને એક-બીજા પર આરોપ
પાણી વિવાદને લઈને અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે ઈરાન પર ગોળીબારની શરૂઆત કરવાનો આરોપ લગાવ્યો. તાકોરે કહ્યું કે ગોળીબારમાં 2 લોકોના મોત થઈ ગયા જેમાંથી એક વ્યક્તિ અફઘાનિસ્તાનનો અને બીજો ઈરાનનો હતો.
તાકોરે જણાવ્યું કે ગોળીબારમાં અમુક અન્ય લોકો ઘાયલ થઈ ગયા. તેમણે કહ્યું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. ત્યાં જ ઈરાન સરકારે કહ્યું કે ગોળીબારીમાં ઈરાનના કોઈ સુરક્ષાકર્મી હતાહત ન હતા થયા. જોકે ન્યૂઝ પેપરનું કહેવું છે કે ગોળીબારમાં 3 ઈરાની સીમા રક્ષકોના મોત થયા છે.