વીરપુરમાં તલાટી મંત્રી દસ દિવસથી ગેરહાજર રહેતાં દસ્તાવેજી કામગીરી ઠપ્પ, સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ જેતપુર
જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુર ગામના તલાટી મંત્રી પ્રશાંત ટાંક છેલ્લા દસ પંદર દિવસથી ગેરહાજર છે. તેમણે રજા ન3સ્ત્રી હોવા છતાં અચાનક ફરજ પર હાજર રહેતા ન હોઈ, ગ્રામ પંચાયતના દસ્તાવેજી કામકાજ પર અસર થઈ છે. લોકોના દાખલા, પ્રમાણપત્રો તથા શાસન યોજનાઓ માટેના કામો અટવાયા છે. સરપંચ રમેશભાઈ સરવૈયાએ તલાટી મંત્રીની ગેરહાજરી સામે તાલુકા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ગ્રામજનોમાં રોષનો માહોલ સર્જાયો છે. વિદ્યાર્થી, ખેડૂત તથા વિધવા મહિલાઓને દસ્તાવેજોની જરૂરીયાતે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. માહિતી મુજબ, તલાટી મંત્રી પ્રશાંત ટાંક અગાઉ પણ સુપેડી ગામે બેદરકારીના કારણે બદલાયા હતા. હાલ જયદીપ વણપરિયા (તાલુકા વિકાસ અધિકારી) દ્વારા તપાસ શરૂ કરી લેવાઈ છે અને તેમની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી માટે જિલ્લા કક્ષાએ રિપોર્ટ મોકલાયો છે. તાત્કાલિક અસરથી થોરાળા ગ્રામ પંચાયતના તલાટી રાજેશ મહેતાને વીરપુરમાં ચાર્જ સોપવામાં આવ્યો છે. લોકોમાં માંગ ઊઠી છે કે વીરપુર જેવા યાત્રાધામમાં કાયમી ધોરણે જવાબદાર અને કર્તવ્યનિષ્ઠ તલાટી મંત્રીની નિમણૂક કરાઈ રહી જોઈએ.
વીરપુરના તલાટી સામે કાર્યવાહી, બિનહાજરી મામલે ખાતાકીય તપાસ શરૂ
આ બાબતે જેતપુર તાલુકા વિકાસ અધિકારી જયદીપ વણપરિયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે વીરપુર ગ્રામ પંચાયતના તલાટી છેલ્લા દસ દિવસ પોતાની ફરજ પર હાજર ન રહેવાની લેખિત ફરિયાદ મળી છે જેમને લઈને તલાટી મંત્રી ટાંક વિરુદ્ધ પંચ રોજકામ કરીને ઓફિસ્યલી ચાર દિવસની બિન પગારી કરી અને ખાતાકીય તપાસ કરવા માટે જિલ્લા લેવલે મોકલી આપેલ છે, તેમજ હાલ થોરાળા ગ્રામ પંચાયત તલાટી મંત્રી રાજેશ મહેતાને વીરપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તરીકે ચાર્જ સોપાયો છે ત્યારે જોવાનું એ રહ્યું કે જગ વિખ્યાત યાત્રાધામમાં કાયમી ધોરણે નિષ્ઠાવાન અને કરનિષ્ઠ તલાટી મંત્રી ક્યારે નિમણૂક કરવામાં આવશે તે લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે.