સુરેન્દ્રનગર ખાતે લાંચ લેવા આવતા વચેટિયા સહિત બંને છટકામાં ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
લખતર ગ્રામ પંચાયતનો લાંચિયો તલાટી વચેટિયા દ્વારા ત્રણ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો છે જેમાં વઢવાણ તાલુકાના વડોદ ગામે ફરિયાદીના બે પ્લોટ આવેલ હોય જેથી ગામ નમૂના નંબર 2નો ઉતારો લેવા માટે ફરિયાદીએ તલાટી ધર્મેશકુમાર તલાશીભાઈ પેઢડિયાને જણાવતા તલાટીએ રૂપિયા લેવાની લાલચે પોતાના પરિચિત રાજુભાઈ રામજીભાઈ વસોયાને ફરિયાદી પાસે મોકલી ત્રણ હજાર રૂપિયાની લાંચ માંગી હતી જે ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા નહીં હોવાથી ફરિયાદી જાગૃત નાગરિકે સુરેન્દ્રનગર એ.સી.બી કચેરીનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું અને જણાવેલ સમય તથા સ્થળ પર તલાટી વતી લાંચ લેવા માટે આવેલા રાજુભાઈ રામજીભાઈ વસોયા દ્વારા ત્રણ હજાર રૂપિયાની લાંચ તલાટી ધર્મેશભાઈ તક્ષીભાઇ પેઢડીયા વતી સ્વીકારી એસીબીના છટકામાં ફસાયો હતો જોકે એસીબી ટીમ દ્વારા વચેટિયા અને તલાટી એમ બંનેને ઝડપી લીધા હતા.



