સરપંચોએ કલેક્ટરને રજૂઆત કરી, નિરાકરણ લાવી લોકોને પડતી હાલાકી દૂર કરવા માંગ
ગ્રામ પંચાયતનો આધાર સ્તંભ સમાન એકમાત્ર કર્મચારી એવા તલાટી કમ મંત્રીઓ 2 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. આજે નવ દિવસ જેટલો સમય થવા છતાં હડતાલનો યોગ્ય નિરાકરણ ન આવતા ગ્રામ પંચાયતના રોજિંદા વ્યવહારો અને વિકાસકામો અટકી ગયા છે. ગત માસના નાણાકીય બિલો ચુકવચુકવાયેલ ત્યાં પાણીવાળા, પટાવાળા, સ્ટ્રીટ લાઇટ ઓપરેટર સહિતનાં વગેરે કર્મચારીઓ પગારથી વંચિત છે. નાણાકીય વસુલાતો નહીં થતાં પંચાયતોના સ્વભંડોળ પર વિષમ અસર ઉભી થયેલ છે.
- Advertisement -
મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં તલાટી મંત્રીઓ અચોકસ મુદતની હડતાલ પર ઉતર્યા છે ત્યારે ઘણી ખરી કામગીરી ખોરવાઈ છે. જેને પગલે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને આયુષ્યમાન કાર્ડમાં અમૃતમ કાર્ડ કઢાવવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આ હડતાલનું નિરાકરણ લાવીને ગ્રામજનોને પડતી હાલાકી દૂર કરવા માટે મોરબી તેમજ માળીયા તાલુકાના અલગ અલગ ગામના સરપંચ દ્વારા મોરબી કલેકટર તેમજ ડીડીઓને રજુઆત કરવામાં આવી હતી અને હજુ આ હડતાલ આમ જ યથાવત રહેશે તો લોકોની હાલત કફોડી બનશે અને જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો સરપંચો દ્વારા પણ આગળના સમયમાં કાર્યક્રમ આપવામાં આવશે.