રાજયમાં અધધ 19 લાખ જેટલા ઉમેદવારો: પરીક્ષા માટે સમય, શકિત અને સંશોધનોનો વ્યય અટકાવવા માટે ખાસ પગલા
ખાસ-ખબર સંવાદદાતા
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હવે આગામી તા. 30 એપ્રિલના બદલે તા. 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. આ અંગેની વિધિવત જાહેરાત ગઇકાલે રાજય સરકારના પ્રવકતા અને મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરી દેવામાં આવી હતી. આ પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી ક્ધફર્મેશન લેવામાં આવશે એટલે કે જે ઉમેદવારો ક્ધફર્મેશન આપશે તેઓને જ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. તલાટી કમ મંત્રીની આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે રાજકોટ સહિત રાજયભરમાં 17 લાખ ઉમેદવારો નોંધાયા છે.
તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે 17 લાખ ઉમેદવારો નોંધાયા હોય રાજયભરમાં મોટાપાયે શાળાઓના બિલ્ડીંગોની પરીક્ષા કેન્દ્રો ગોઠવવા માટે જરૂરત પડશે. આ સંજોગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં સરળતા રહે તે માટે ઉમેદવારોના ક્ધફર્મેશન લેવામાં આવનાર છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આગામી તા. 30 એપ્રિલના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવનાર હતી. પરંતુ આ પરીક્ષાની તારીખ પાછી ઠેલાઇ છે. હવે આ પરીક્ષા આગામી તા. 7મી મેના રોજ લેવામાં આવશે. તાજેતરમાં લેવાયેલી જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં સાડા નવ લાખથી વધુ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી 391736 ઉમેદવારોએ કોલ લેટર કાઢ્યા હતા અને સાડા ત્રણ લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી