જનજાગૃતિ રેલીમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા સહિત જરૂરી માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
તાલાલા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી..આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ અને નિવારણ માટે આરોગ્ય કર્મચારીઓ,આશા ફેસીલીટર દ્વારા અલગ અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી કરવામાં આવી હતી..આ પ્રસંગે શહેરમાં જનજાગૃતિ માટે રેલી નીકળી હતી.રેલીએ નગરના મુખ્ય માર્ગો ઉપર પરીભ્રમણ કરી મચ્છરો ની ઉત્પત્તિ અટકાવવા, ઘરોમાં રાખેલ પાણીના કુંડા જેવી વસ્તુઓમાં પાણીનો ભરાવો થાય નહીં અને જેથી કરીને રોગચાળો પ્રસરતો અટકાવવા તથા ડેન્ગ્યુ રોગથી સુરક્ષિત થવા ઉપયોગી સુત્રોચ્ચાર સાથે લોકોને અવગત કર્યા હતા.આ રેલીમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર જયસુખભાઈ ગોરડ,અતુલભાઈ જોષી,પાતરભાઈ સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ જોડાયો હતો.