વરિષ્ઠ રાજદ્વારી રુચિરા કંબોજે UNમાં પહેલા ભારતીય મહિલા રાજદૂતનો ચાર્જ સંભાળીને દેશનું નામ રોશન કર્યું છે.
ભારતના વરિષ્ઠ રાજદ્વારી રુચિરા કંબોજો ઈન્ટરનેશનલ સ્તરે ભારતનું નામ ચમકાવી દીધું છે. મંગળવારે રુચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના નવા કાયમી પ્રતિનિધિ અથવા રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો. રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ કંબોજે યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસને પોતાની ઓળખ આપી હતી.
- Advertisement -
મહિલા રાજદૂતનો કાર્યભાર સંભાળ્યા બાદ તરત કર્યું ટ્વિટ
ભારતના પહેલા મહિલા રાજદૂતનો કાર્યભાર સંભાળ્યા બાદ રુચિરા ખૂબ આનંદમાં જણાતા હતા. તેમણે તરત ટ્વિટ કર્યું કે તેઓ એક રચનાત્મક કાર્યકાળની ઇચ્છા રાખી રહ્યા છે જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અને તેનાથી આગળના દેશના બાકીના કાર્યકાળ દરમિયાન ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને બહુપક્ષીય માળખામાં ફેરવી શકે છે.
બધી જ છોકરીઓ આવું કરી શકે-રુચિરા કંબોજનો છોકરીઓને મેસેજ
યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ બન્યા બાદ કંબોજે છોકરીઓને એક મોટો મેસેજ આપ્યો હતો. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે આજે મેં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મારી ઓળખ આપી હતી. આ પદ સંભાળનાર પ્રથમ ભારતીય મહિલા બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. હું બધી જ છોકરીઓને કહેવા માગું છું કે આપણે તે કરી શકીએ તેમ છીએ.
- Advertisement -
Today,have presented my credentials to the Secretary General of the United Nations @antonioguterres as Permanent Representative/Ambassador to the @UN. A privilege to be the first Indian woman to be given the honour to hold this position
To the girls out there,we all can make it! pic.twitter.com/i1D7Qof2tc
— Ruchira Kamboj (@ruchirakamboj) August 2, 2022
યુએનમાં ભારતના પહેલા મહિલા રાજદૂત બન્યાં
રુચિરા કંબોજ યુએનમાં નિયુક્ત થનારા ભારતના પહેલા મહિલા રાજદૂત બન્યાં છે. 58 વર્ષીય રુચિરા કંબોજ 1987 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. કંબોજ ભૂતાનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા હતા. તેમણે યુએનમાં ભારતીય રાજદૂત તરીકે ટી એસ તિરુમૂર્તિનું સ્થાન લીધું છે.
અભિનંદનનો ધોધ વહ્યો
યુએનમાં ભારતના રાજદૂત તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ રુચિરા કંબોજ પર અભિનંદનનો ધોધ વહ્યો હતો. સરકારના અધિકારીઓએ એક પછી એક ટ્વિટ કરીને તેમને અભિનંદન આપ્યાં હતા. કંબોજના પુરોગામી રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ કહ્યું, “તમારી સફળતા માટે અભિનંદન અને બધી શુભકામનાઓ રુચિરા!
Setting a new milestone for 🇮🇳 in women’s leadership @UN!
Heartiest congrats to @RuchiraKamboj for becoming 1st 🇮🇳 woman PR of @IndiaUNNewYork.
Landmark #HerStory moment after Smt Vijaya Lakshmi Pandit's #UNGA Presidency
Inspiring @indiandiplomats & aspiring ones as a beacon!
— Lakshmi M Puri (@lakshmiunwomen) August 1, 2022
જાણો કોણ છે રુચિરા કંબોજ
-રુચિરા કંબોજ ભારતીય વિદેશ સેવાના 1987ની બેચના અધિકારી છે.
-રુચિરા કંબોજ 1987ની સિવિલ સેવા બેચના ટોપર રહ્યાં છે
-રુચિરા કંબોજ ભૂતાનમાં ભારતના પહેલા મહિલા રાજદૂત રહ્યાં છે
-રુચિરા કંબોજ દક્ષિણ આફ્રિકામાં ભારતના ઉચ્ચાયુક્ત તરીકે સેવાઓ આપી છે
-રુચિરા કંબોજની કરિયર શરુઆત ફ્રાન્સમાં થર્ડ સેક્રેટરી તરીકે થઈ હતી. તેમણે ફ્રાન્સ સ્થિત ભારતીય દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરીનો હોદ્દો પણ સંભાળ્યો હતો.
-રુચિરા કંબોજ યુનેસ્કોમાં ભારતના રાજદૂત, સ્થાયી પ્રતિનિધિ તરીકે કામ કરી ચૂક્યા છે.
-તેમણે જૂનમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરાયા હતા અને હવે તેમણે હોદ્દો સંભાળ્યો છે.
-રુચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ટીએસ તિરુમુર્તિનું સ્થાન સંભાળ્યું છે.