ફ્રિજનું મૂલ્ય ગરમીમાં સમજાય છે. જેમ-જેમ મે અને જૂન મહિનો નજીક આવે છે તેમ-તેમ ફ્રિજનું કામ પણ વધી જાય છે. ઘરમાં વધેલો ખોરાક, લીલા શાકભાજી, ફળો, ઠંડુ પાણી, આઇસ્ક્રીમ વગેરે જેવી વસ્તુઓ ઉનાળામાં માત્ર ફ્રિજના ભરોસે જ ટકી રહે છે. જો તમારું ફ્રિજ દર 5-10 મિનિટે ખૂલે છે, તો તેનાથી ફ્રિજ યોગ્ય રીતે કૂલિંગ નહીં કરી શકે અને બહારથી ગરમ હવા અંદર જશે. આવી સ્થિતિમાં કોમ્પ્રેસરને વધુ ઊર્જાની જરૂર પડે છે, જેના કારણે વીજળીનો વપરાશ વધુ થાય છે અને તમારું વીજળીનું બિલ વધતું રહે છે.
રેફ્રિજરેટરના દરવાજામાં એક રબર ફીટ કરેલું હોય છે, જે દરવાજો બંધ થવા પર સીલ સુનિશ્ચિત કરે છે. જો રબર યોગ્ય રીતે કામ કરતું હોય તો ફ્રિજનો દરવાજો યોગ્ય રીતે બંધ થઈ જશે અને જો રબર ઢીલું થઈ ગયું હોય તો દરવાજો બંધ થઈ શકશે નહીં અને કૂલિંગ સતત બહાર નીકળતું રહેશે. આમ ફરી એકવાર કોમ્પ્રેસરનું કામ મર્યાદા કરતાં વધી જશે અને વીજળીનું બિલ ભરતી વખતે તમારા ખિસ્સા ખાલી થઈ જશે. જે લોકોના ઘરમાં સિંગલ ડોરવાળું ફ્રિજ હોય તેમણે તેને નિયમિતપણે ડિફ્રોસ્ટ કરવાની જરૂર છે. જો તમે આ નહીં કરો તો તમારા ફ્રિજમાં બરફ જામી જશે, જે કૂલિંગ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરતાં અટકાવે છે. આવી સ્થિતિમાં કોમ્પ્રેસરનું કામ વધી જાય છે. તેથી વીજળીનો વપરાશ પણ વધે છે.
- Advertisement -
ફ્રિજને દિવાલને અડીને બિલકુલ ન રાખવું. ફ્રિજને એવી રીતે મૂકો કે તેની પાછળ હવાની જગ્યા બની રહે. જો આમ ન કરવામાં આવે તો હિટ બહાર નીકળી શકશે નહીં, જેના કારણે તમારું ફ્રિજ ઓવર હિટ થઈ થશે, જેનાથી કોમ્પ્રેસર પર દબાણ આવશે અને તેને ઠંડુ કરવા માટે વધુ વીજળીની જરૂર પડશે.
જો ખૂબ જ ગરમ ખોરાક ફ્રિજના ઠંડા ટેમ્પરેચરમાં સીધો મૂકવામાં આવે, તો અંદરનું ટેમ્પરેચર વધી જાય છે અને ફરી એકવાર તમારા ફ્રિજની મહેનત પણ વધી જશે અને તેથી વધુ વીજળીનો વપરાશ થશે.